ગૌરવ પટેલ, અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના આસપાસના ગામો એમાંય ખાસ કરીને નળકાંઠાના ગામોમાં સિંચાઈના પાણીની મોટી તકલીફ હતી. લાંબા સમયથી આ વિસ્તારના લોકો સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યાં હતાં. લોકોની આ સમસ્યાનું હવે નિવારણ થવાને આરે છે. કેન્દ્રિય મંત્રી અમિત શાહને ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈને સરકારે આ વિસ્તારના લોકોને સિંચાઈનું પાણી આપવાની વ્યવસ્થા કરવા પ્રાથિમક પ્લાન તૈયાર કરી દીધો છે. નળ કાંઠાના ગામો હોવાથી તમામ ગામોને ખેતી સિવાય કોઈ વિકલ્પ નથી. ડાંગર અને ઘઉંનો પાક હવે સરળતાથી લઈ શકાશે. 7 કિલોમીટર લાંબી કેનાલ બનાવવાનો પ્લાન છે. આ પ્રોજેક્ટ તૈયાર થતાં રોજગારી માટે થતું સ્થળાંતર અટકી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નળ કાંઠાના 32 ગામોને સિંચાઇનું પાણી આપવા માટે નિષ્ણાંતોની સલાહ મુજબ  પ્રાથમિક અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં હયાત કેનાલમાંથી નળકાંઠાના 32 ગામોને સિંચાઈ માટેનું પાણી આપવાની ગુજરાત સરકારની વિચારણા છે. પાઇપ લાઇન અને ખુલ્લી નહેર દ્વારા સરકાર નળકાંઠાના ગામોને સિંચાઈનું પાણી આપી શકે છે. નળ કાંઠાના 32 ગામની 10 હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવશે.


અમદાવાદ જિલ્લાના નળ કાંઠાના 32 ગામોને હાલ હયાત કેનાલમાંથી સિંચાઈ માંથી પ્રતિ સેકન્ડ 700 ક્યુસેક પાણી આપવાનું આયોજન છે. નળ કાંઠા 32 ગામોને પાણી આપવાના પ્રોજેક્ટ માટે 840 કરોડના ખર્ચને અંદાજવામાં આવ્યો. સાણંદના 13,બાવળાના 5, વિરામગામના 14 મળી કુલ 32 ગામને સિંચાઈનું પાણી આપવાનું આયોજન છે. જેમાંથી વિરમગામના 14 પૈકીના 4 ગામ નર્મદા કમાન્ડમાં સમાવીષ્ઠ છે. જોકે આ ગામને હજુ સુધી સિંચાઈ માટેનું પાણી નથી મળતું. પાણી આપવા માટે હયાત નહેરમાં કુલ પાંચ એસ્કેપ નક્કી કરવામાં આવ્યા છે. નર્મદાની ધોળકા બ્રાન્ચ,ગોરજ ગોધાવીની ફતેવાડી કેનાલ,સાણંદ બ્રાન્ચ કેનાલ તથા નર્મદાની સૌરાષ્ટ્ર જતી કેનાલમાં એસ્કેપ રાખી પાણી આપવાનું ગુજરાત સરકારનું આયોજન છે.