ઝી મીડિયા/બ્યૂરો :જો તમે માનતા હોવ કે કોરોના (gujarat corona update) મહામારીમાં સૌથી વધારે મૃત્યુ થાય છે તો અહીં તમે ખોટા સાબિત થાઓ છો, કેમ કે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં કોરોના નહીં પરંતુ કેન્સર (cancer) ના કારણે સૌથી વધારે મૃત્યુ થયા છે. ગુજરાતમાં 1.47 લાખ લોકોના કેન્સરના કારણે મોત થયા છે. દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કેન્સરના કેસો વધારે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કોરોના કરતા કેન્સરના કારણે દર્દીઓના વધારે મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનુષ્યમાં જુદા જુદા પ્રકારના કેન્સર જોવા મળતા હોય છે. પુરૂષોમાં સૌથી વધારે મોઢાના તો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે હોય છે. રાજ્યમાં તમાકુ અને દારૂનું સેવન મોઢાના કેન્સર માટે જવાબદાર કારણ છે તે સિવાય રાજ્યમાં સતત બદલાતું વાતાવરણ પણ મોઢાના કેન્સર માટે જવાબદાર કારણ છે. પુરૂષોમાં મોઢા, ફેકસા, અન્નનળી તેમજ પેટના કેન્સર જોવા મળે છે તો મહિલાઓમાં ગર્ભાશય, સ્તન અને મોઢાના કેન્સરના કેસો વધારે જોવા મળે છે. 


આ પણ વાંચો : ઠાકોર પરિવાર માટે રવિવારની સવાર કાળમુખી બની, અકસ્માતમાં 5 ના મોત, મૃતકોમાં બે બાળકો


અત્યારના સમયમાં પાક પકવવા માટે રાસાયણિક ખાતર અને કેમિકલ ફર્ટિલાઈઝરનો વધુ પડતો ઉપયોગ કરાય છે અને તેના કારણે કેન્સરનું જોખમ વધારે જોવા મળે છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ જ કારણોના કારણે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો છે. ગૃહમંત્રીએ ચિંતા વ્યકત કરતા કહ્યું હતું કે, કેમિકલ અને રાસાયણિક ખાતરથી થતી ખેતીના કારણે આગામી 10 થી 15 વર્ષમાં કેન્સરના કેસોમાં 50 ટકા સુધીનો વધારો થઈ શકે છે. કેન્સરના ખત્તરાને ઓળખી તેને અત્યારથી ટાળી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પર ગૃહમંત્રીએ ભાર મૂક્યો હતો.


  • વર્ષ 2018માં 66069 કેસ નોંધાયા, જેની સામે 36325 લોકોનાં મોત થયાં

  • 2019માં 67841 કેસ અને 37300 મોત નોંધાયાં

  • 2020માં 69660 લોકો કેન્સરગ્રસ્ત થયા અને 38306 લોકોએ જીવ ગુમાવ્યો


કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં 2015-16ની તુલનામાં 2020-21માં કેમિકલ ફર્ટિલાઇઝરોનો ઉપયોગ 16 ટકા જેટલો વધી ગયો છે, જેની સામે ગુજરાતમાં ઉપયોગ ઘટ્યો છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ-2020 મુજબ ગુજરાતમાં કેન્સરના આંકડા પર નજર કરીએ.