ગાંધીનગર : અનેક યાતનાઓ, તડકો છાંયડો જોયા બાદ ગુજરાત આજે વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાત આજે ગૌરવવંતા 58 ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવવંતા ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવતાં સંદેશ આપતાં કહ્યું કે, પુરૂષાર્થ થકી ગુજરાત આજે દેશમાં શિરમોર બની રહ્યું છે. ગુજરાતમાં ઉદ્યોગોની સાથોસાથ કૃષિ વિકાસ દર પણ વધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશનું એકમાત્ર રેલવે સ્ટેશન, જ્યાં એક પગ ગુજરાતમાં તો બીજો પગ મહારાષ્ટ્રમાં પડે છે...


ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છા પાઠવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્ય કે, જેમની પરીપાટીએ 1960માં આપણને અલગ ગુજરાત રાજ્યનું અસ્તિત્વ મળ્યું એમાં ગુજરાત ચળવળ શિરમોર છે. ગુજરાતનું ખમીર અને ઝમીર ઇતિહાસની અટારીએ આજે પણ ચીર પ્રકાશિત જોઇ શકાય છે. દિસે અરૂણ પ્રભાત...જય જય ગરવી ગુજરાત....એ મહા ગુજરાત ચળવળના પૂજ્ય ઇન્દુચાચાના નેતૃત્વમાં અનેક દૂધમલ યુવાઓએ ગુજરાતના સ્વાભિમાનની લડાઇ લડી હતી. આ આંદોલનની સફળતાના પગલે 1લી મે 1960ના દિવસે બ્રુહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. 


મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રજાજોગ સંદેશ સાંભળવા અહીં ક્લિક કરો


જ્યારે ગુજરાત અલગ પડ્યું ત્યારે સૌના મનમાં દ્વિધા હતી કે સવાલ હતો કે ગુજરાત શું કરશે, ના પાણી છે ના કારખાના છે, વિશાળ રણનો ખારો પાટ અને દરિયો જ છે એના સહારે ગુજરાત કંઇ નહીં કરી શકે...પરંતુ વીર નર્મદની એ પંક્તિ ડગલું ભર્યું તો ના હટવું, ના હટવું...ચરિતાર્થ કરતાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી.