હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાતના ચીફ સેક્રેટરી (Gujarat Chief Secretary) અનિલ મુકીમને (Anil Mukim) વધુ 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકીમના એક્સટેન્શનની (Extension) અરજીને મંજુર રાખી છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં તેઓના 6 મહિના પુરા થઈ રહ્યા હતા, જો કે, હવે તેઓ ઓગસ્ટ 2021 સુધી સીએસના પદ પર યથાવત્ત રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1958 બેંચના IAS અધિકારી અનિલ મુકીમને (Anil Mukim) કેન્દ્ર સરકાર દ્વારા વધુ છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે તેમના એક્સટેન્શની (Extension) અરજી મોકલાવી હતી જેના પર કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. ત્યારે અનિલ મુકીમ ઓગસ્ટ 2021 સુધી મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવશે. આ અગાઉ તેઓ વયમર્યાદાના કારણે નિવૃત (Retired) થયા બાદ મુકીમ ફેબ્રુઆરી 2021 સુધી CS ના પદ પર યથાવત્ત રાખવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:- એક જ દિવસે મતગણતરી કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો ઝટકો


ગુજરાત સરકારે (Gujarat Government) રાજ્યની કોરોનાની સ્થિતી અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી મુકીમ આ પદ માટેના સૌથી યોગ્ય અધિકારી માનવામાં આવે છે અને આ માટે જ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની અપીલ કરવામાં આવી હતી જે કેન્દ્રએ મંજુર કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુકીમ (Anil Mukim) એક કુશળ અધિકારી છે જેઓ રાજ્યના હિતને કોઇ પણ બાબત કરતા સૌથી ઉપર રાખે છે. તેઓ દિલ્હીથી ચીફ સેક્રેટરીકે ગુજરાતમાં મુકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓને દિલ્હીમાં કેન્દ્ર સરકાર સાથે નજીકના સંબંધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube