ગુજરાતમાં કાયદાના ધજ્જિયાં ઉડ્યા! બાળ લગ્નનો કાયદો છતાં આ જિલ્લામાં 678 સગીરા માતા બની
Girl Child Marriage : ગુજરાતમાં આ શું થઈ રહ્યુ છે... 15 થી 18 વર્ષની ઉંમરની 678 સગર્ભા બાળકને જન્મ આપતી હોવાનું આંકડાઓ નોંધાય છે, વલસાડ જિલ્લાએ સરકારની પોલ ખોલી... બાળલગ્નો પર નિયંત્રણના દાવા પોકળ નીકળ્યા...
Valsad News ઉમેશ પટેલ/વલસાડ : રાજ્યમાં બાળલગ્નો રોકવા અને ઓછી ઉંમરે માતા બનવાના કેસોને રોકવા માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. જનજાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવે છે. આથી આવા આંકડાઓ ઓછા થઈ રહ્યા હોવાના સરકાર દાવા કરે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ ઓછી ઉંમરે બાળકો થવાના અને માતાઓ બનાવવાના કેસ વધી રહ્યા છે. માત્ર ધરમપુર અને કપરાડા તાલુકામાં સહિત વલસાડ જિલ્લામાં જ એક વર્ષમાં 678 થી વધુ તરુણીઓ અને સગીરાઓ માતા બની હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. એક વર્ષમાં 678 જેટલી 15 થી 18 વર્ષની ઉંમરની માતાઓ બની હોવાનો સત્તાવાર રીતે આંકડા નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે. આખરે આ શું છે, અને સમાજ કેટલો ચિંતિત છે ..જોઈએ આ વિશે અહેવાલ..
વલસાડ જિલ્લાનો ધરમપુર અને કપરાડા અંતરિયાળ વિસ્તાર છે, જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો છે. જ્યાં સરકાર દ્વારા ગામે ગામ સુધી વિકાસ પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. જોકે સામાજિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં ઓછી જાગૃતિ અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને કારણે અનેક સામાજિક દુષણનો પણ પ્રવર્તી રહ્યા છે. જેમાં આદિવાસી સમાજનો સૌથી મોટો પ્રશ્ન છે. આ સમાજની દીકરીઓ કુમળી વયે માતા બની રહેવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાના ચોકાવનારા આંકડા બહાર આવે છે. ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તેનો સ્વીકાર કરી રહ્યાં છે.
બેફામ કાર ચલાવનાર નબીરા પર મોટું એક્શન, રદ થયું રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ
વલસાડ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કિરણ કહે છે કે, કપરાડા તાલુકામાં કુમળીવયે માતા બનવાના સૌથી વધુ કેસ બહાર આવે છે. કપરાડામાં દર વર્ષે 7000 જેટલા પ્રસુતિના કે સરકારી ચોપડે નોંધાય છે. તેમાંથી 15 થી 18 વર્ષની ઉંમરની 678 સગર્ભા બાળકને જન્મ આપતી હોવાનું આંકડાઓ નોંધાય છે. આમ ઓછી ઉંમરે બાળક થવાને કારણે બાળક કુપોષિત જન્મે છે. સાથે જ માતાના માટે પણ તે નુકસાનકારક છે. અને જોખમી પુરવાર થઈ શકે છે. આથી સરકારી તબીબો પણ આદિવાસી વિસ્તારની આ સામાજિક પરંપરા ને કારણે ઊભી થયેલી આ સમસ્યા અંગે સગર્ભાઓને સમજાવી રહ્યાં છે
લિવ ઈનમાં રહેવાની છૂટછાટ પણ સમસ્યા બની
કપડા વિસ્તારના સામાજિક અગ્રણી ઈશ્વર તુંડા જણાવે છે કે, કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. અહીં કુમળી ઉમરે માતા બનવાના કેસ વધવાના અનેક કારણો છે. સૌપ્રથમ તો આ આદિવાસી વિસ્તારોમાં સામાજિક પ્રણાલી અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. છોકરા છોકરીઓ ઓછી કુમળી ઉમરે એકબીજાના પરિચયમાં આવે છે. ક્યાંક પરિવારની સંમતિથી બંનેની સગાઈ થાય છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ લગ્ન કર્યા વિના જ પરિવારજનોની સંમતિથી લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. આથી જાગૃતિના અભાવે અને છોકરમતમાં કુમળી ઉંમરમાં માતા બની જાય છે. આમાં આદિવાસી સમાજ પણ પોતાની આ સાંસ્કૃતિક પરંપરા અને અહીંની જીવનશૈલીને કારણે ઉભી થતી આ સમસ્યાથી ચિંતિત છે.
ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર! વગર વ્યાજે લોનની જાહેરાત
મહત્વપૂર્ણ છે કે ઓછી ઉંમરે લગ્ન કરવા અને માતા બનવું એ યોગ્ય નથી . સરકાર દ્વારા બાળ લગ્ન પ્રતિબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરે છે. જિલ્લામાં બાળ લગ્ન પ્રતિબંધ વિભાગ બાળ લગ્ન થતા અટકાવે છે. જોકે જિલ્લાના આદિવાસી વિચાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં આ વિસ્તારની સામાજિક પરંપરાઓને કારણે પરિવારની સંમતિથી છોકરા છોકરીઓ એક સાથે ઘરે રહેતા થાય છે. અને પરિણામે કુમળીવયે સગીરાઓ ગર્ભ ધારણ કરે છે અને માતાઓ બને છે. જેને અટકાવવા માટે જિલ્લાના સંબંધીત વિભાગો પણ જનજાગૃતિ ઝુંબેશ ચલાવે છે. અને આંકડાઓ ઓછા થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે.
કપરાડા અને ધરમપુર સહિત વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઓછી ઉંમરે લગ્ન વિના લિવ ઈન રિલેશન સીપને કારણે બાળમતાઓ નું વતું પ્રમાણ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. આથી સરકારની સાથે આદિવાસી સમાજ અને માતા-પિતા પણ આ બાબતે જાગૃત થાય. અને પોતાના સંતાનો પુખ્ત વયે લગ્ન કરે અને ત્યારબાદ પગભર થઈ સંતાનો અંગે વિચારે તે ખૂબ જરૂરી છે.
ભારતીય વિદ્યાર્થીએ 21 મી સદીની અનોખી શોધ કરી ચર્ચામાં આવ્યો, બનાવ્યું બેસીને ઉડી શકા