Live Result : જામનગરમાં બસપાએ છીનવ્યો ભાજપનો ગઢ, તો શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા હાર્યાં
6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ હવે સ્પષ્ટ થઈ રહ્યાં છે. જેમાં જામનગરનું પણ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં 236 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આવી રહ્યો છે. હરિયા કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ છે. ત્યારે કોણ જીતે છે અને કોણ હારે છે તે તો બપોર બાદ જ જાણવા મળશે. પરંતુ જીતનું ખાતુ ભાજપે ખોલાવ્યું છે.
મુસ્તાક દલ/જામનગર :6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ હવે સ્પષ્ટ થઈ રહ્યાં છે. જેમાં જામનગરનું પણ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં 236 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આવી રહ્યો છે. હરિયા કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ છે. ત્યારે કોણ જીતે છે અને કોણ હારે છે તે તો બપોર બાદ જ જાણવા મળશે. પરંતુ જીતનું ખાતુ ભાજપે ખોલાવ્યું છે.
જામનગરના પરિણામ લાઈવ :
-
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની હાર થઈ. વોર્ડ નંબર 2માં કોંગ્રેસની આખી પેનલ હારી ગઈ. આ વોર્ડમાં ભાજપના આખા પેનલની જીત થઈ.
- ગુજરાતના રાજકારણમાં આપની સાથે બસપાની પણ એન્ટ્રી થઈ. જામનગરમાં 3 બેઠકો પર બસપાનો વિજય થયો છે. વોર્ડ નંબર 6 માં એક બેઠક પર ભાજપ અને 3 બેઠક પર બસપાની જીત થઈ છે. વોર્ડ નંબર 6માં ભાજપનો ગઢ તૂટ્યો. 3 બેઠક બહુજન સમાજ પાર્ટીને ફાળે ગઈ છે.
- જામનગરમાં વોર્ડ નંબર 7 માં ભાજપના પેનલની જીત થઈ.
- જામનગર વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 5માં બીનાબેન કોઠારી, સરોજબેન નવરાણી,કિશન માડમ, આશિષ જોશીની જીત થઈ છે. વિજેતા ઉમેદવારોએ ZEE 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારા માટે આ જીતથી વધીને કંઈ નથી. તમામ ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો હતો.
- જામનગર વોર્ડ નંબર 13માં ભાજપ 3 અને કોંગ્રેસ 1ની જીત થઈ.
- જામગરના વોર્ડ નંબર-9માં ભાજપની પેનલનો વિજય થયો. કુસુમબેન પંડ્યા અને ધર્મીનાબેને સોઢાનો વિજય થયો. તો ધીરેન મોનાણી અને નિલેશ કગથરાની પણ જીત થઈ. જીત બાદ ઉમેદવારોએ મતદારોનો માન્યો આભાર
ઉલ્લેખનીય છે કે, જામનગર મનપાની ચૂંટણીમાં 53.64 % મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ વોર્ડ નં.12 માં 64.70 % મતદાન થયું હતું. તો 16 વોર્ડની 64 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 64 બેઠકો પર કુલ 236 ઉમેદવારોના ભાવિ આજે નક્કી થશે.