• નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ખબરો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સૌરાષ્ટ્રના સીદસર જશે

  • સીદસરથી બદલાશે સૌરાષ્ટ્રમાં લેઉવા અને કડવા પાટીદારોના સમીકરણો...


હિતલ પારેખ/ગાંધીનગર :ચૂંટણી આવતા જ ગુજરાત કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ છે. અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓનું ભાજપના પક્ષપલટાના સમાચાર આવતા હતા. પરંતુ માત્ર એક વ્યક્તિના કોંગ્રેસમા જોડાવાને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. સૌથી પહેલા ZEE 24 કલાકના પ્લેટફોર્મ પર ખુલાસો કરાયો હતો કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે. ચૂંટણી સાવ નજીક છે, ત્યારે ગુજરાતમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યાં છે. રાજનીતિના ચાણક્ય પ્રશાંત કિશોરની જ્ઞાતિની વોટ બેન્ક કબજે કરવાની રણનીતિ બનાવી રહ્યાં છે. જેમાં નરેશ પટેલ કોંગ્રેસમાં મુખ્યમંત્રીના પદ તરીકે માટે દાવેદાર હોઈ શકે છે. જેનાથી કોંગ્રેસ પાટીદાર વોટબેંક મેળવી શકે છે. તો બીજી તરફ જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો, કોંગ્રેસ નારાજ કોળી સમાજને પણ ખુશ કરવા કોળી સમાજના આગેવાન અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરી શકે. આમ, એકાએક રાજકીય ગતિવિધિ વધતા ભાજપ ડેમેજ કન્ટ્રોલના મોડમાં આવી ગયુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તાત્કાલિક સૌરાષ્ટ્ર જવાનો પ્લાન બનાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ચૂંટણી પહેલાની સરકારનું પહેલુ અને છેલ્લુ ફોટોસેશન થયું, વિજય રૂપાણીની ગેરહાજરી ચર્ચાના ચગડોળે ચઢી 


પાટીદાર અગ્રણી નરેશ પટેલના કોંગ્રેસમા જોડાવા વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભુરેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સૌરાષ્ટ્રના સીદસર જશે. સૌરાષ્ટ્રના સિદસર ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ હાજરી આપશે. તેઓ સિદસર મંદિર ખાતે રજતતુલા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો લેઉવા પાટીદારોના કોંગ્રેસ ઝુકાવ સામે કડવા પાટીદારના સ્થાન સિદસરમાં સીઆર પાટીલ તથા ભુપેન્દ્ર પટેલની હાજરી મહત્વની ગણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં 2022 માં લેઉવા કડવા પાટીદાર સમીકરણ મહત્વપૂર્ણ બની શકે છે. 


ચૂંટણી આવતા જ ગુજરાતમાં જ્ઞાતિગત રાજકારણ જોવા મળે છે. પાટીદાર, કોળી સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, આદિવાસી સમાજની આંધી આવે છે. ચૂંટણી જીતવા દરેક પક્ષ જ્ઞાતિઓના શરણે પડે છે. ત્યારે ચૂંટણીમાં પાટીદારોનો પ્રભાવ મોટો જોવા મળે છે. ત્યારે નરેશ પટેલના કોંગ્રેસના જોડાણથી ભાજપને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કારણે જ દિગ્ગજોને ડેમેજ કન્ટ્રોલ માટે સૌરાષ્ટ્ર દોડવુ પડ્યુ છે. 


આ પણ વાંચો : અમદાવાદ સામુહિક હત્યાકાંડનો આરોપી વિનોદ મરાઠી ઈન્દોરથી પકડાયો


નરેશ પટેલ બનશે કોંગ્રેસ માટે હુકમનો એક્કો
નરેશ પટેલને ભાજપ, કોંગ્રેસ આપ પાર્ટી પોતાનામાં લાવવા ખેંચતાણ કરી રહ્યા છે. આ વચ્ચે તેઓ કોંગ્રેસમાં જોડાવાની વાતને સમર્થન મળી રહ્યુ છે. હજુ સુધી નરેશ પટેલ કોના થશે એ વાત સ્પષ્ટ થઈ નથી, પરંતુ પ્રશાંત કિશોરની સ્ટેટ્જી અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોક સાથે નરેશ પટેલની મુલાકાત થઈ છે, ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તે લગભગ ફાઈનલ થઈ ચૂક્યું છે. 


આ પણ વાંચો : હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાયું, આણંદમાં ધુમ્મસથી થયેલા અકસ્માતમાં 8 ઘાયલ


પાટીદાર પાવરની ચૂંટણી પર અસર
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પાટીદારોની 15 ટકા વસ્તી ધરાવે છે. 2012માં 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા. 2012માં 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાતા કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા. 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.