Vadodara Rainfall : વડોદરાવાસીઓ પર ફરી પૂરનું સંકટ તોળા રહ્યુ છે. વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 25 ફૂટ પર પહોંચી છે. જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોને ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજવા સરોવરની સપાટી 213.23 ફૂટ થઈ છે. આ સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે. તો પ્રતાપપુરા સરોવરની જળસપાટી 227.28 ફૂટ થઈ છે. તો વડોદરા પર પૂરના સંકટના એંધાણ છે ત્યારે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. તો વડોદરા તંત્રએ સલાહ આપી છે કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી. સાથે જ લોકોને અફવાથી દૂર રહેવા પણ સૂચન કરાયું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં પૂરથી મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા
તો બીજી તરફ, વડોદરામાં વારંવાર વરસાદી પાણી ભરાવવાને લઇ મુખ્યમંત્રી રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં ગઈકાલે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસકોને સંભળાવ્યું હતુ. તેમણે ભાજપ ધારાસભ્યો, સાંસદ, પદાધિકારીઓ સાથેની બેઠકમાં સંભળાવ્યું હતુ કે, તમે માંગો છો, તે બધું આપીએ છે, હવેથી પાણી ભરાવા ન જોઈએ. 22 વર્ષથી આપણી જ સરકાર છે, તો તમે કોણે રજુઆત કરી? 


નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર