જંત્રી-જંત્રી કરતા બિલ્ડરોને ગુજરાતના મુખ્યમંત્રીની મોટી સલાહ, આટલુ કરશો તો પ્રોપર્ટી સો ટકા વેચાશે
Jantri Rates Hike In Gujarat : જંત્રીમાં રાહત આપવાનો મુખ્યમંત્રીનો સંકેત... ગાહેડના પ્રોપર્ટી શોમાં કહ્યું કે, બધાના મગજમાં જંત્રી...જંત્રી...ચાલતી હોય, એમાં વધુ રિલેક્સ કરું કે ચિંતા ના કરો, 10થી 50 લાખના મકાન બનાવો
Gujarat CM Bhupendra Patel : અમદવાદમાં 19 મો ગાહેડ પ્રોપર્ટી શો આયોજિત કરાયો છે. ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ શો આજથી 5 જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાતભરમાં હાલ ચાલી રહેલા જંત્રીના વિરોધ સામે ગુજરાતના મુખ્યમંત્રીએ બિલ્ડરોને મોટી સલાહ આપી હતી. તેમણે બિલ્ડરોને અર્ફોડેવલ હાઉસિંગ બનાવવા સલાહ આપી. ગુજરાતની જનતાને પોસાય તેવા ઘર બનાવવાની સલાહ આપી. આમ તેમણે જંત્રીમાં સરકાર રાહત આપશે એવો સંકેત પણ આપી દીધો છે. 10 લાખથી લઈને 50 લાખ સુધીના મકાન બને એવું આપણે કરવા માગીએ છીએ.
પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કોઈ જંત્રી માટે ચિંતા ના કરતા. પ્રધાનમંત્રીએ હંમેશા સૌના સાથ સૌના વિકાસ માટે કામ કર્યું છે. અમારે તમારો સાથ જોઈએ છે. તમે તમારી રજૂઆત કરજો. કોઈએ ગભરાવવાની જરૂર નથી. સારી રીતે આપણે આગળ વધીશું. વિકસિત ભારત માટે ડેવલપરની જરૂર છે. તમે તમારી જવાબદારી નિભાવજો. અમે તમારી સાથે છીએ.
તેમણએ કહ્યું કે, ક્રેડાઈમાં આપણે આવ્યા છીએ તો બધાના મગજમાં જંત્રી...જંત્રી...જંત્રી ચાલતી હોય, એમા બધાએ થોડું...થોડું...થોડું રિલેક્સ કરી દીધું છે. એમાં હું થોડું વધુ રિલેક્સ કરી દઉં કે ચિંતા ના કરશો. વડાપ્રધાન પણ સૌનો સાથ અને સૌનો વિકાસ કહે છે. તો અમારે સૌનો સાથ લેવો છે.
હજુ એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, જાન્યુઆરીની આ તારીખ નોંધી લો
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સાથે જોડાયેલા બિલ્ડર્સને CM એ અપીલ કરી કે, તમે એફોર્ડેબલ હાઉસિંગ બનાવો છો. આજ કલ એફોર્ડેબલ હાઉસિંગનો મતલબ બદલાઈ ગયો છે. હું ખુલ્લા મને આની ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છું. એફોર્ડેબલ હાઉસિંગના નામે ખુબ મોટા મકાનો બની રહ્યાં છે. એફોર્ડેબલ હાઉસિંગના વિચાર મારી સમક્ષ તમે બધા લાવો. નાના મકાનોનો વિચાર તમારા બધા થકી થવો જોઈએ.
પ્રોપર્ટી શોમાં 50 ડેવલપર્સની 250 કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. તો કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ પ્રોપર્ટી શોના માધ્યમથી એક જ સ્થળ પરથી લોકોને પ્રોપર્ટીની વિવિધ સ્કીમની માહિતી મળી રહેશે. ઘરનું ઘર લેનાર અને પ્રોપર્ટી વસાવનારને સીધો ફાયદો થશે.
મગજ ચકરાવે ચડાવે તેવી ગુજરાતની ક્રાઈમ સ્ટોરી, વડગામમાં સળગેલી કાર કેસમાં આવ્યો નવો વ