Gujarat Government : સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા ૩૪૮ કરોડની યોજનાને મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે વહીવટી મંજૂરી આપી છે. લોકપ્રતિનિધિઓ-સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા આ નિર્ણય લેવાયો છે. જેથી હવે વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે
 
સુરેન્દ્રનગરના જિલ્લાના ૨૭૦૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ૩૮ ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા ૩૪૮ કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે. આ ત્રણ તાલુકાના ૩૮ ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીકરીની અગ્નિ પરીક્ષા : પિતાની અંતિમ વિધિ પતાવી બોર્ડની પરીક્ષા આપી


આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો સરકારે ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ ૩૮ ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા ૩૪૮ કરોડની વહીવટી મંજૂરી આપી છે.


આ યોજના દ્વારા વઢવાણ, મુળી અને સાયલા ત્રણેય તાલુકાના ૩૮ ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે ૨૭૦૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.


ગુજરાતમાં આજથી ઉંચકાશે ગરમીનો પારો, આ વર્ષે ભીષણ ગરમીની છે આગાહી