ઝડપી નિર્ણય લેવામાં માહેર બન્યા CM ભુપેન્દ્ર પટેલ, બાલવા-માણસા રોડ માટે એક મહિનામાં લઈ લીધો નિર્ણય
Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્વરિત નિર્ણાયકતાનું વધુ એક દ્રષ્ટાંત, બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવા માત્ર 1 જ મહિનાના ટુંકાગાળામાં મંજૂરી આપી દીધી
ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્વરિત નિર્ણય લેવામાં જાણીતા છે. ટૂંકા ગાળામાં જ તેમણે આ થકી પાર્ટીમાં પોતાની નવી છબી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના આ મામલે વખાણ કરી ચૂક્યા છે. ત્યારે વધુ એક દ્રષ્ટાંત સામે આવ્યુ છે. તેમણે બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવાના કામો માટે 40 કરોડ રૂપિયાની દરખાસ્ત માત્ર 1 જ મહિનાના ટુંકાગાળામાં મંજૂરી આપી દીધી છે.
બાલવા-માણસા માર્ગના ફોર લેન થવાથી ગાંધીનગર જિલ્લાના ૬ ગામોના ર લાખ ૩૦ હજાર જેટલા ગ્રામજનોને અવર-જવર માટે વધુ સુવિધા સભર રોડનો આવનારા ભવિષ્યમાં લાભ મળશે. મુખ્યમંત્રીએ 19 મેના રોજ માણસામાં જિલ્લા અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં લોકહિત રજુઆતનો ત્વરિત સાનૂકુળ પ્રતિસાદ આપ્યો હોત. તેમણે પોતાની ત્વરિત નિર્ણાયકતાનો વધુ એક પરિચય આપતાં ખૂબ જ ઝડપી નિર્ણય લઇને બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટેની ૪૦ કરોડ રૂપિયાની દરખાસ્તને માત્ર ૧ જ મહિનાના ટુંકા સમયગાળામાં મંજૂરી આપી છે.
આ પણ વાંચો : શિવસેનાને વધુ એક ધક્કો, સત્તા બચાવવાની લડાઈ વચ્ચે વધુ 2 ધારાસભ્યો સુરત પહોંચ્યા
મુખ્યમંત્રીએ આ માર્ગને ફોરલેન કરવાના કામો માટેની આપેલી મંજૂરીને પરિણામે ગાંધીનગર જિલ્લાના ૬ ગામોની અંદાજે ર લાખ ૩૧ હજાર જનસંખ્યાને ભવિષ્યમાં અવર-જવર માટે વધુ સુવિધાસભર માર્ગ મળશે. એટલું જ નહિ, મહેસાણા જિલ્લાના તેમજ માણસાથી વિહાર, કડા, કુકરવાડા અને વિજાપૂર વચ્ચે આવતા ગામોને પણ આ ફોરલેન રોડનો લાભ આવનારા દિવસોમાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા-તાલુકાઓનો વ્યાપક પ્રવાસ કરીને સ્થાનિક પ્રશ્નો, વિકાસ કામોની, રજુઆતો અંગે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે બેઠકો યોજવાનો ઉપક્રમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી આ સંદર્ભમાં ગત 19 મેના રોજ માણસાની મુલાકાતે હતા અને ત્યાં તેમણે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ બાલવા-ગાંધીનગર માર્ગને ૧૦ મીટર માર્ગથી ફોરલેન કરવા અંગેની રજુઆતો મળી હતી. મુખ્યમંત્રીએ આ લોકહિત રજુઆતોનો ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપતાં માર્ગ-મકાન વિભાગને બાલવા-માણસા માર્ગને ફોરલેન કરવાની કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો : ગુજરાત શરમમાં મૂકાયું... જામનગરના રસ્તા પર યુવતીનો દારૂ પીને તમાશો, ગાળો પણ બોલી
આ હેતુસર માર્ગ-મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ થયેલી રૂ. ૪૦ કરોડના કામોની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિભાગોએ જનહિતકારી વિકાસ કામો સમયમર્યાદામાં સત્વરે હાથ ધરવાની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેને આ બાલવા-માણસા માર્ગને ફોરલેન કરવાની મંજૂરીથી વધુ બળ મળશે.