Gandhinagar News : રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે. પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ સાથે જ મધ્યાહ્ન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના માનદ વેતનમાં  ૫૦ ટકાનો વધારો કરવાનો પણ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. 


  • પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય

  • રાજ્યની ૩૨ હજાર ઉપરાંત શાળાઓના અંદાજે ૪૧ લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે યોજનાનો લાભ

  • સપ્તાહ દરમિયાન સુખડી-ચણા ચાટ-મિક્સ કઠોળ-શ્રી અન્ન(મીલેટ)નો અલ્પાહાર અપાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. 


ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહી


ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
 
તદ્અનુસાર, પી.એમ. પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે રૂ. ૪૫૦૦નું માસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ. ૩૭૫૦ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.૧૫૦૦ માનદવેતન આપવામાં આવશે.
 
આ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”નો અમલ થવાથી સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ સહ પોષણ, આરોગ્ય અને શારીરિક સૌષ્ઠવના માપદંડો પર મોટી હકારાત્મક અસરો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત @ ૨૦૪૭ના કરેલા આહવાનમાં વિકસિત ગુજરાતના નિર્માણથી રાજ્યને અગ્રેસર રાખવા ભાવિ સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત પેઢી તૈયાર કરવામાં આ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”થી ગુજરાત દેશનું દિશાદર્શક બનશે.


ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો