Vadodara News : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વડોદરા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં કામ પૂરુ કરીને તેઓ સાવલી જવા રવાના થયા હતા. પરંતું તે પહેલા જ તેમના કાફલામાં આગળ ચાલતી વોર્નિંગ કાર ખોટકાઈ હતી. જેથી તેઓને વોર્નિંગ કાર વિના જ સાવલી જવા નીકળવુ પડ્યુ હતું. જોકે, આ એક ગંભીર બેદરકારી છે કે, મુખ્યમંત્રીને વોર્નિંગ કાર વગર જવુ પડ્યુ હતું. વોર્નિંગ વાનમાં હાજર પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે, આજે સવારના 7 વાગ્યે ગાડી ઉભી રાખી હતી. ગાડીમાં સેલ્ફ સ્ટાર્ટ લાગતો નથી. બધુ કરી જોયું છે પણ ચાલુ થતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા એરપોર્ટ પર પોલીસની વોર્નિંગ વાનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી અને ગાડી ચાલુ જ ન થતાં વડોદરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી અને મુખ્યંત્રીના કાફલાને વોર્નિંગ વાન વિના જ નીકળી જવું પડ્યું હતું.


પાંચ ચોપડી ભણેલા ગુજરાતી કવિની આગાહી સામે બાબા વેંગા અને નાસ્ત્રેદમસ પણ ફિક્કા


વડોદરા શહેર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન સમયે જ તેમના કાફલાની વોર્નિંગ કાર ખોટકાઈ હતી. આખરે વોર્નિંગ વાન વિના જ CM નો કોન્વોય સાવલી જવા રવાના થયો હતો. વોર્નિંગ કાર વારંવાર ચાલુ કરવાના પ્રયત્નો કરવા છતાં વોર્નિંગ વાન ચાલુ થઈ ન હતી. પોલીસ વિભાગે વોર્નિંગ વાન ચાલુ કરવા દોડધામ કરી મૂકી હતી. આખરે પાઇલોટિંગની વોર્નિંગ વાનન સાઇડ પર કરી કાફલો સાવલી જવા રવાના કરાયો હતો. તેઓને સાવલીમાં એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં જવાનું હતું, જેથી તેઓ વોર્નિંગ વાન વગર જ નીકળ્યા હતા. 


ડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા, જુઓ Video