ગુજરાતના નવા CM ના ભોળપણના થયા દિલ ખોલીને વખાણ, પાટીલે કહ્યું-ભલે ભોળા, પણ તેમને કોઈ છેતરી નહિ શકે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બોટાદની મુલાકાતે
- ગઢડા સ્વામિનારાયણ મંદિર અને સાળંગપુર કષ્ટભંજનના કર્યા દર્શન
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પર વખાણનો ધોધ વહ્યો છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતના એક વરચ્યુઅલ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જાહેર કાર્યક્રમમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના વખાણ કર્યાં છે.
સીઆર પાટીલે કર્યા નવા મુખ્યમંત્રીના વખાણ
બોટાદ કાર્યક્રમમાં સીઆર પાટીલે મંચ પરથી સીઆર પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે તપાસનો વિષય છે. મુખ્યમંત્રી ખૂબ જ ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. ઘણીવાર એમને અમારે રોકવા પડે કે સાહેબ સાચવીને. સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ CM ને છેતરી નહીં શકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે બોટાદના પ્રવાસે છે. ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે ગઢડામાં BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા. જેમાં સંતો મંહિતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર, સૌરભ પટેલ, ભરત બોઘરા સહિતના ભાજનપા નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે સીઆર પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકરો 2022ની ચૂંટણીને લઈને એક્શનમાં આવી ગયા છે. સાથે કહ્યું ભાજપના કાર્યકરો દરેક અવસરમાં સેવાના કામ કરે છે. જેથી રક્તતુલા જેવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.