ઝી બ્યૂરો, ગાંધીનગરઃ આજે ગાંધીનગરમાં સરકારી કર્મયોગીઓને દિવાળી પૂર્વે ગુજરાત સરકાર વતી મળી સૌથી મોટી ભેટ દિવાળી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓને 560થી વધારે સરકારી આવાસોની ભેટ આપી. ‘વીર ભગતસિંહ નગર’ વસાહતમાં ‘બી’ અને ‘સી’ ટાઇપના કુલ પ૬૦ આવાસો રૂ ૧પ૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે. માર્ગ મકાન મંત્રી અને ગાંધીનગરના નવનિયુકત મેયર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.  ભૂપેન્દ્ર પટેલે આવાસોમાં જઇને સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ. ગાંધીનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં 219 કરોડ રૂપિયાના ખર્ચે 1120 સુવિધાસભર આવાસો કર્મયોગીઓ માટે રાજ્ય સરકારે નિર્માણ કર્યા છે. 365 કરોડ રૂપિયાના ખર્ચે ૧૪પ૬ આવાસોનું કાર્ય પ્રગતિમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને આવશ્યક સેવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ શહેર જિલ્લા તેમજ જુદાજુદા વિભાગોમાં ભાડામુકત રહેઠાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને રહેવા માટે મકાનો પૂરા પાડી શકાય તે માટેનો એકશન પ્લાન બનાવી તેનો અમલ ચાલુ કરી દેવામાં આવેલ છે. જેના ભાગ રૂપે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા હાલમાં બી-કક્ષાના કુલ-104 આવાસો કર્મચારીઓને રહેવા માટે સોંપવામાં આવેલ છે.


તેમજ આગામી ત્રણ માસમાં કુલ-2140 તથા  આગામી સમયમાં કુલ-4648 તથા બાર માસમાં કુલ-1746 આવાસો તૈયાર થનાર છે. કુલ મળીને અગામી સમયમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ ગાંધીનગર દ્વારા કુલ 8638 બી-કક્ષાના ઉત્તમ સુવિધા ધરાવતા ગુણવત્તાયુકત આવાસો તૈયાર કરવાનું આયોજન છે. રાજય પોલીસ દળનો મકાનો અંગેનો સેટીસ્ફેકશન રેશિયો દેશના અન્ય રાજયો કરતા ઘણો સારો છે. હજુ આગામી સમયમાં આ સેટીસ્ફેકશન રેશિયામાં વધારો કરવામાં આવશે તેમજ હવે અગાઉના મકાનોની ડીઝાઇનમાં સુધારો કરી બે રૂમવાળા મોટા મકાન આપવામાં આવે છે.


ગુજરાત પોલીસના ગ્રેડ પે વધારો કરવાના આંદોલન અનુસંધાને જે લોકો દ્વારા ખોટી અને ગેરમાર્ગે દોરની પોસ્ટલ પોસ્ટરલ કોમેન્ટ વિગેરે કરવામાં આવેલી હતી તેવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવા રાજય પોલીસ વડા આદેશ આપેલ હતો. તેવી જ રીતે જે કર્મચારીઓ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે પ્રયત્ન કે પરોક્ષ રીતે સંકળાયેલા હતા તેમની વિરુધ્ધ પણ ખાતાકીય પગલાં લેવા ડી.જી.પી. દ્વારા આદેશ આપવામાં આવેલ હતો. જે અનુસંધાને કુલ-571 પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધમાં પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ પોલીસ વિભાગના કર્મચારી તથા અન્ય વ્યકિતઓ વિરૂધ્ધમાં કુલ-૧૯ ગુનાઓ રાજયના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાઓ સંદર્ભે કુલ-25 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે.