Havy Rainfall in Gujarat: ભારે વરસાદને પગલે ગુજરાતમાં સ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી પાણીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ નાગરિકોને વરસાદ અંગે ટ્વીટ કરીને સૌથી મોટી ચેતવણી આપી દીધી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છેકે, સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદની સ્થિતિ છે ત્યારે નાગરિકોને ખાસ અનુરોધ કરું છું કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય. 
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છેકે, સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો. બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ કરું છું.  હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સૌ સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્રોતોથી દૂર રહીએ. 


મહત્ત્વનું છેકે, વરસાદને પગલે સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સ્થિતિનો તાગ મેળવ્યો. એટલું જ નહીં તેમણે આ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓને મહત્ત્વની સુચનાઓ આપી...ગાંધીનગર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર, તેમજ મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદની સ્થિતિ તેમજ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી.
 



 


નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત આશ્રયસ્થાને સ્થળાંતર કરવાની થઈ રહેલી કામગીરી અંગે જાણકારી મેળવી. લોકોના જાનમાલની સલામતી સાથે પશુધનના રક્ષણને મહત્તમ પ્રાધાન્ય આપીને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી. 


 



 


ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ વિકટ બનતા કેન્દ્ર સરકાર પણ તમામ મદદ માટે તૈયાર. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતને આપી તમામ જરૂરી મદદ પુરી પાડવાની ખાતરી...ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાલની સ્થિતિ અંગે અમિત શાહ સાથે કરી ટેલિફોનીક વાતચીત. અને ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે આપી તમામ અપડેટ...