Gujarati Films : ગુજરાતી ફિલ્મોએ હવે પિક પકડી છે. ગુજરાતમાં હવે અદભૂત વિષયો પર ફિલ્મો બની રહી છે. રેવા અને હેલ્લારો જેવી ફિલ્મોએ બતાવી દીધું કે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે 360 ડિગ્રી ચેન્જ આવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં વધુ એક સામાજિક વિષય પર ફિલ્મ બનવા જઈ રહી છે. ગુજરાતની ચારેય રામસર સાઇટ્સ સહિત કચ્છ વિસ્તારમાં મહેમાન બનતા વિદેશી પક્ષીઓ અને ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સ પર ફિલ્મ બનાવવામાં આવી છે. બોલિવુડના જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડ આ ફિલ્મ બનાવાઈ છે. જેમાં કચ્છની વેટલેન્ટનું ફિલ્મમાં અદભુત નિરૂપણ કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ વન મંત્રી મૂળુભાઇ બેરા, વન રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ''આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે''ની ઉજવણી નિમિત્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડના સંગીત અને સ્વર દ્વારા નિર્મિત ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને ઉજાગર કરતી ''વસુધૈવ કુટુંમ્બકમ''ની થીમ આધારિત ફિલ્મનું રૂપકુમાર રાઠોડની ઉપસ્થિતિમાં આજે લોન્ચિંગ કરાયું હતું.


અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો, મોંઘવારી મારી નાંખશે


અડધા ગુજરાતના આકાશમાં ફરી દેખાઈ એલિયન જેવી રહસ્યમય વસ્તુ, ચમકતું દેખાતા લોકો ગભરાયા


કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આવતા પક્ષીઓ કે જે રાજ્યના છારીઢંઢ, થોળ, નળ સરોવર, કચ્છનું નાનું રણ, વઢવાણા જેવા વેટલેન્ડસ સ્થળોએ જોવા મળે છે. તે તમામ આ ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે. જે પક્ષીવિદો અને નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે


અત્રે ઉલ્લેખનીય છે કે, પક્ષીઓ તેમનાં અસ્તિત્વનાં સમયથી આ ધરતીનાં દરેક ખૂણાઓને પ્રવાસી બનીને ધરતી, આકાશ અને જળ વિસ્તારને પોતાનું ઘર માને છે. ઉપનિષદોમાં લખાયેલ “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવનાને આ પક્ષીઓ જ સાર્થક કરે છે. ધરતીનાં દરેક ખૂણેથી પંખીઓ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ઉપયોગ કરીને ભારત આવે છે


નોંધનીય છે કે, ભારત આ વર્ષે G -20ના અધ્યક્ષપદે છે ત્યારે G-20ના કુલ 20 દેશમાંથી દર વર્ષે 18 જેટલા દેશોના 300 જેટલી પ્રજાતિનાં પક્ષીઓ ગુજરાતનાં વૅટલન્ડના મહેમાન બને છે જે ભારત માટે માટે ગૌરવ સમાન છે


રૂપકુમાર રાઠોડ એક ઉમદા સંગીતકારની સાથે સાથે કુદરત પ્રેમી પણ છે અને ઉમદા વન્યજીવ તસવીરકાર પણ છે. ગુજરાતનાં રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રત્યે તેઓ ગજબનું જોડાણ ધરાવે છે. તેઓએ ગુજરાતનાં વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વન્યજીવો અને પક્ષીઓની તસવીરો પણ ખૂબ જ લીધી છે. પ્રકૃતિ પ્રત્યેનાં જોડાણને કારણે જ તેઓએ ગુજરાતનાં સરોવરો અને પક્ષીઓ વિષે આ નવીનતમ ધૂનની રચના કરી છે.


આ પણ વાંચો : 


દેશની વચ્ચોવચ આવેલું એવુ મંદિર જેને ભૂતોએ બનાવ્યું હતું, એ પણ રાતના અંધારામાં


એક રહસ્યને કારણે ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે