ગુજરાતના CM ની PM મોદી સાથે મુલાકાત, જાણો કેમ પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ દિલ્હી
ગુજરાતની ભાજપ સરકાર (Gujarat BJP) માં ભારે ઉથલપાથલ બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) નો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની (Delhi) મુલાકાતે જવા રવાના થયા છે. જ્યાં બપોરે 4 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી (PM Modi) સાથે મુલાકાત કરશે.
અતુલ તિવારી/ અમદાવાદ: ગુજરાતની ભાજપ સરકાર (Gujarat BJP) માં ભારે ઉથલપાથલ બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) નો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની (Delhi) મુલાકાતે જવા રવાના થયા છે. જ્યાં બપોરે 4 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી (PM Modi) સાથે મુલાકાત કરશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે દિલ્હી જવા માટે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) નો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમવાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરશે. બપોરે 4 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. પીએમ (PM Modi) સાથે મુલાકાત પહેલા સવારે 11 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરશે.
AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી અમદાવાદમાં, સાબરમતી જેલમાં અતિક અહમદ સાથે ચર્ચાનો કાર્યક્રમ રદ્દ
ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) 11.30 કલાકે ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ (M Vainkeya Naidu) ની શુભેચ્છા મુલાકાત કરશે. બપોરે 12 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 6 વાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (J P Nadda) ની પણ શુભેચ્છા મુલાકાત કરશે અને ત્યારપછી સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીથી રાત્રે અમદાવાદ પરત આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube