Gujarat Government : દાદાની સરકારને એક વર્ષ પુર્ણ થયું. 156 સીટ સાથે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર બની હતી. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સરકારની સિધ્ધીઓ ગણાવતી પોસ્ટ કરી છે. ગુજરાતના નાગરિકોની સેવામાં આજે વર્તમાન રાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગત એક વર્ષમાં ગુજરાત સરકારે સમાજના પ્રત્યેક વર્ગના ઉત્કર્ષ માટે અને રાજ્યના સર્વાંગીણ, સર્વસ્પર્શી વિકાસ માટે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષનું સરવૈયું
આયુષ્માન કાર્ડ હેઠળ રૂ. 10 લાખ સુધીની નિ:શુલ્ક આરોગ્ય સારવાર હોય કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિક ભાઈબહેનોને રૂ. 5 માં ભરપેટ પૌષ્ટિક ભોજન આપવાની વાત હોય, સરકારે પ્રત્યેક નિર્ણય ગરીબ-વંચિત પરિવારોના હિતને કેન્દ્રમાં રાખીને કર્યા. ગત એક વર્ષમાં સેમીકન્ડક્ટર, ઈવી, ગ્રીન હાઈડ્રોજન, બાયોટેક્નોલોજી સહિતના ન્યૂ-એજ સેક્ટર્સમાં ગુજરાતે ઉદાહરણીય પહેલ કરી. તેવી જ રીતે, "બેક ટુ બેઝિક્સ" ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતી અને શ્રીઅન્નનો વ્યાપ વધારવાની દિશામાં આપણે તેજ ગતિથી આગળ વધ્યા. G20 ની મહત્ત્વની બેઠકોનું સફળતાપૂર્વક આયોજન તેમજ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની 'સમિટ ઑફ સક્સેસ' તરીકે ઉજવણી કરીને દેશ અને દુનિયાનું ધ્યાન આપણે ગુજરાત તરફ આકર્ષિત કર્યું.    


 



 


તેમણે ટ્વીટમાં કહ્યું કે, પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે આવનાર સમયમાં આ લક્ષ્યને સિદ્ધ કરવામાં વિકસિત ગુજરાતના નિર્માણ થકી આપણે શ્રેષ્ઠ યોગદાન આપીશું તેવો મને વિશ્વાસ છે. 


મુખ્યમંત્રીના એક વર્ષના સુશાસનની સિદ્ધિઓ   


  • ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા ખાતે વિશાળ યાત્રી ભવનનું નિર્માણ થશે. જે રામચંદ્રજીના દર્શનાર્થે આવનાર યાત્રીઓને અધ્યાતમ અને પ્રવાસનનો અનુભવા આપશે. 

  • યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે સ્થાન મળ્યું.

  • આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ગુજરાતને દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું 

  • સ્વાગત ઓનલાઇન  ફરિયાદ નિવારણના 20 વર્ષની સફળતાપૂર્વક ઉજવણી કરી. 

  • જિલ્લા સ્વાગતની ફરિયાદો ઓનલાઇન લેવાનો અભૂતપૂર્વ નિર્ણય.

  • મુખ્યમંત્રી કાર્યાલયમાં લોકોના પ્રશ્નોના નિવારણ માટે ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યરત થયાં. 

  • વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના પૂર્વાર્ધમાં 1,05,320 કરોડના સંભવિત રોકાણના 103 જેટલા એમ.ઓ.યુ.  સંપન્ન થયાં જેનાં દ્વારા 1.50 લાખ જેટલી સૂચિત રોજગારીનું સર્જન થશે. 

  • વડાપ્રધાનના સુશાસનની પ્રેરણાથી યુવાનોના પ્રોત્સાહક વિચારોને સરકાર સાથે જોડવાની દિશામાં “સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ”ની શરૂઆત. 

  • જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ, ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામત રહેશે. 

  • બીપરજોય વાવાઝોડાના સમયે સામે ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ એપ્રોચ સાથે મોટી જાનહાનિ અને નુકસાન ટાળી શકાયું. 

  • બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે ₹11.60 કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી અને ₹240 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યું.  

  • 19 થી 21 મે દરમિયાન રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરનું આયોજન થયું.  

  • નર્મદા જિલ્લાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રિ રોકાણ કરીને બે દિવસ વીતાવ્યા. ગ્રામજનો સાથે સંવાદ કરીને વિવિધ યોજનાના લાભાર્થીઓના પ્રતિભાવ જાણ્યા

  • 2,400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં અમૃત સરોવરોના નિર્માણની 100 ટકા કામગીરી પૂર્ણ 

  • સરકારી અનાજની ચોરી કે ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરે ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરી છે. 

  • GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને મળ્યાં સાત એવૉર્ડ

  • પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4 નાં કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી પ્રક્રિયા પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપરન્ટ બની

  • ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉન ખાતે હાઇ ક્વૉલિટી  CCTV કેમેરા નેટવર્ક ઉભું 

  • સતત બીજા વર્ષે નવા કરવેરા વિનાનું રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું વર્ષ 2023-24નું બજેટ 

  • કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર રાજ્ય નીતિ આયોગની રચના કરવાનો નિર્ણય. 

  • સરદાર સરોવર ડેમના બાંધકામથી ડુબમાં ગયેલી જમીનના ખાતેદારોના પુનઃવસવાટ માટે બનાવાયેલી વસાહતો તેના મૂળ ગામ સાથે ભેળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય. 

  • રાજ્યમાં નવા 11 જેટલા સ્થળોને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીક વિકસવાશે. જેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, દાહોદ, અંબાજી, ધોળાવીરા અને પાલિતાણનો સમાવેશ છે. સિદ્ધપુર, વડનગર અને કેવડિયામાં ટેક્નો-ઇકોનોમિક ફિઝીબિલિટી બાદ ગ્રીંફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થશે.  


આજના દિવસે બની હતી સરકાર
ગુજરાત રાજ્યની કમાન હાથમાં લેનારા દાદાની સરકારનું એક વર્ષ પૂર્ણ થયુ છે. એ દિવસ હતો 12 ડિસેમ્બર 2022નો, જ્યારે દાદાના હુલામણા નામથી ઓળખાતા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા. ગુજરાતની જનતાએ પહેલી ટર્મમાં દાદાની સરકારનું કામ જોયું અને તેમની સાદગી જોઈ. એના જ પરિણામ સ્વરૂપે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં દાદાની સરકારને જનતાએ 156 બેઠકો આપીને પ્રચંડ બહુમતી સાથે સત્તા સોંપી. ગુજરાતની જનતાએ એ વાત ઉપર પણ મહોર મારી કે દાદાને ગુજરાતના કેપ્ટન બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્ણય ખૂબ જ વિચારીને લેવાયેલો નિર્ણય હતો. PM મોદીના નિર્ણય પર ખરા ઉતરતા મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોના માનસ પટલ પર એવો પ્રભાવ છોડ્યો કે કોંગ્રેસ માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ. 12 ડિસેમ્બર 2022ના દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે 1 વર્ષમાં જ એટલી સિદ્ધિઓ હાંસલ કરી છે કે તેને ગણવી મુશ્કેલ છે. તો દાદાની સરકારના 1 વર્ષના સુશાસનમાં જોઈએ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાની 12 મહિનાની 12 જવંલત સિદ્ધિઓને.