મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ચિંતા દૂર થઈ, પુત્ર અનુજ પટેલની તબિયત વિશે હોસ્પિટલે આપી આ માહિતી
Gujarat CM Bhupendra Patel Son : હોસ્પિટલે કહ્યુ કે, તેમની સંપૂર્ણ રિકવરી આવવામાં સમય લાગશે. હાલ અનુજ પટેલ icu માં સારવાર હેઠળ છે
Anuj Patel Brain Stroke : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. અનુજ પટેલ હવે કોમામાંથી બહાર આવ્યા છે અને તેમનો વેન્ટિલેટરનો સપોર્ટ પણ હટાવવામાં આવ્યો છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના લેટેસ્ટ હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના 37 વર્ષીય પુત્ર અનુજ પટેલની તબિયત હવે સુધારા પર છે. મુંબઈ સ્થિત હિન્દુજા હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરાયું છે. અનુજ પટેલની તબિયતમાં ધીમો પણ મક્કમ રીતે સુધારો થઇ રહ્યો હોવાનું હોસ્પિટલના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. હોસ્પિટલે કહ્યુ કે, તેમની સંપૂર્ણ રિકવરી આવવામાં સમય લાગશે. હાલ અનુજ પટેલ icu માં સારવાર હેઠળ છે.
ગુજરાતના આ શહેરમાં ભરાશે ફેમસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર
ઉલ્લેખનીય છે કે, ગત 30 એપ્રિલે અનુજ પટેલને બ્રેઈન હેમરેજ થયુ હોવાનું સામે આવ્યુ હતું. જેના બાદ 1 મે ના રોજ અમદાવાથી એરલિફ્ટ કરી વધુ સારવાર માટે મુંબઈ લઇ જવામાં આવ્યા હતા. હાલ તબીબોની સલાહ મુજબ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જેમાં આજે મંગળવારે તેમને ફિઝિયોથેરાપીની સારવાર માટે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની એચએલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં તેમને પંદરેક દિવસ ફિઝિયોથેરાપીની સારવાર આપવામા આવશે. તે બાદ તેમને અમદાવાદ લાવવામાં આવશે, અને બાકીની ટ્રીટમેન્ટ અમદાવાદમાં કરાશે.
અમેરિકા જતા ગુજરાતીઓને હવે ટેન્શન લેવાની જરૂર નથી, પાટીદારો કરશે આ મદદ
પ્રધાનમંત્રીએ કર્યા ભુપેન્દ્ર પટેલના વખાણ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને ગત 7 મેના રોજ રવિવારે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, દરમિયાન તેમને વધુ સારવાર માટે 1 મેના રોજ એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવાયા હતા. હાલમાં અનુજ પટેલ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્ત્વવનું મુખ્યમંત્રી આ ફ્લાઇટ 108ની મદદથી બુક કરી હતી. ત્યારે હવે જાણવા મળ્યુ છે કે, દીકરાને સારવાર અર્થે જે એર એમ્બ્યુલન્સમાં અમદાવાદથી મુંબઈ લઈ જવામાં આવ્યા, તેનું ત્રણ લાખ રૂપિયાનું બિલ મુખ્યમંત્રીએ ચૂકવ્યું છે. તેઓ જે પદ પર છે, તે પદ પર તેમની પાસેથી સરકારી એમ્બ્યુલન્સનું ભાડું માંગવામાં ન આવે. પરંતુ તેઓએ પ્રમાણિકતા દાખવીને સરકારમાં એર એમ્બ્યુલન્સનું ભાડું જમા કરાવી દીધું. તો બીજી તરફ, તેઓએ મુંબઈ જવા-આવવા માટે સરકારી એરક્રાફ્ટનો પણ ઉપયોગ ન કર્યો. એટલુ જ નહિ, પોતે આ માટે કોઈ મદદ ન માંગી. સરકારી એરક્રાફ્ટને બદલે તેઓએ ડોમેસ્ટિક ફ્લાઈટમાં સફર કરી. તેઓ જેટલીવાર મુંબઈ ગયા, તેટલી વાર ડોમેસ્ટિક ફ્લાઈટમાં સામાન્ય માણસની જેમ ગયા. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની આ કામગીરીના વખાણ કર્યા હતા.
અનુજ પટેલ વિશે?
અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે.
ગરમી વચ્ચે ગુજરાતના લોકોના માથે મોટું સંકટ, આટલા પાણીમાં ઉનાળો કેવી રીતે નીકળશે?