Nandini vs Amul : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અમૂલ વર્સિસ નંદિનીની જંગ ચાલી રહી છે. કર્ણાટક ચૂંટણી (Karnataka election) વચ્ચે બે દૂધ કંપનીઓની લડાઈ હવે નવો વળાંક લઈ રહી છે. 'નંદિની' બ્રાન્ડનું દૂધ 'અમૂલ' (Amul) કરતાં 11 રૂપિયા સસ્તું છે, તો દેશની સૌથી મોટી કંપની હોવા છતાં, શું અમૂલ તેનો સામનો કરી શકશે?  ત્યારે કર્ણાટકમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે નંદિની વિ. અમૂલ પર ચાલી રહેલ રાજકીય લડાઈ વધુ તેજ થઈ છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ શું કહ્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ, 'મારા મતે અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. તમારે જે કરવુ હોય તે કરો. જો અમૂલ કંઈક છીનવી રહ્યુ હોય તો તે વિરોધની બાબત છે.  


સંકટમાં મૂકાય તેવી નવી આગાહીથી બચીને રહેજો, ગુજરાતની ધરતી રણની જેમ તપશે


તેઓએ કહ્યું કે, સાઉથ રાજ્ય કર્ણાટકમાં અમૂલના બહિષ્કાર કરવાની કોઈ જરૂરત નથી.અમૂલ અને નંદિનીની વચ્ચે હાલ જ વિવાદ શરૂ થયો છે. જ્યારે અમૂલે જાહેરાત કરી કે, તે બેંગલુરુમાં પોતાની ડેરી શરૂ કરશે. મારા વિચારથી અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. તમે જે ઈચ્છો છો, તે કરો છો. જો અમૂલ કંઈ છીનવી રહ્યુ છે તો તેને લઈને વિરોધ કરવો જોઈએ. 


બીજી તરફ, કર્ણાટકમાં વિપક્ષી કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)એ આરોપ લગાવ્યો છે કે, સત્તારુઢ ભાજપ પાર્ટી અમૂલને દક્ષિણી રાજ્યમાં અનુમતિ આપીને નંદિની ખતમ કરવા માંગે છે. વિપક્ષી દળોએ આશંકા વ્યક્ત કરી કે, અમૂલને અધિગ્રહણ કરવા માટે રસ્તા બનાવવા નંદિની ઉત્પાદકોને ઘટાડવામાં આવશે. જોકે, કર્ણાટકમાં બસવરાજ બોમ્બઈના નેતૃત્વવાળી ભાજપ સરકારે આ આરોપનું ખંડન કર્યું છે કે, અમૂલથી નંદિનીને કોઈ ખતરો નથી. 


અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મોટી ઘટના, લેકમાં ડૂબ્યા બાદથી નથી કોઈ અતોપતો


શું છે નંદિની વર્સિસ અમૂલ
આ દિવસોમાં કર્ણાટક ચૂંટણીમાં આ દૂધ એક મોટો મુદ્દો બની ગયો છે. આનું કારણ ચૂંટણીના માહોલ વચ્ચે બેંગલુરુના માર્કેટમાં અમૂલ બ્રાન્ડની એન્ટ્રી છે, જ્યારે કર્ણાટક કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન (KMF)ની 'નંદિની' (Nandini) બ્રાન્ડ ત્યાં સારો દેખાવ કરી રહી છે. શું અમૂલ ખરેખર નંદિની સાથે સ્પર્ધા કરી શકે છે, કારણ કે બે કંપનીઓ વચ્ચે મજબૂત 'પ્રાઈસ વોર' થવાની સંભાવના પૂરી છે. અમૂલની આ એન્ટ્રીને ન તો જનતાએ અને ન તો રાજ્યની વિપક્ષી રાજકીય પાર્ટીઓએ આવકારી છે. છેલ્લા ઘણા દિવસોથી, #GoBackAmul અને #SaveNandini સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. સાથે જ રાજકીય રેલીઓમાં અમૂલ પર 'ગુજરાતી દૂધ' નો ટેગ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આમને-સામને છે.


RTE માં એડમિશન કરાવવા એજન્ટ મળે તો સાવધાન, આ નંબર પર તાત્કાલિક ફોન કરજો


નંદિનીનું દૂધ રૂ.11 સસ્તું 


જો આપણે અમૂલ (Amul)અને નંદિનીના (Nandini)ભાવ પર નજર કરીએ તો અહીં નંદિનીની આગેવાની છે. બંને બ્રાન્ડ્સ ટોન્ડ મિલ્ક, ફુલ ક્રીમ મિલ્ક અને દહીં જેવી લગભગ તમામ લોકપ્રિય શ્રેણીઓનું વેચાણ કરે છે. પરંતુ તેમની કિંમતમાં ઘણો તફાવત છે. અમૂલના ટોન્ડ દૂધના એક લિટરની કિંમત 54 રૂપિયા પ્રતિ લિટર અને ફુલ ક્રીમ દૂધની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે નંદિનીનું (Nandini) ટોન્ડ દૂધ 43 રૂપિયા પ્રતિ લિટર અને ફુલ ક્રીમ દૂધ 55 રૂપિયા પ્રતિ લિટર છે. મતલબ સીધો 11 રૂપિયા પ્રતિ લીટર સસ્તો. એટલું જ નહીં, અમૂલનું દહીં લગભગ રૂ. 66 પ્રતિ લીટરમાં ઉપલબ્ધ છે, જ્યારે નંદિનીનું દહીં રૂ. 19 સસ્તું એટલે કે રૂ. 47 પ્રતિ લીટર છે.


સુરત પોલીસે માનવતા મહેકાવી, વૃદ્ધાશ્રમ દત્તક લેતા જોવા મળ્યું કડક પોલીસનું નરમ રૂપ