Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવાર તા. 16મી નવેમ્બરે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત મુખ્યમંત્રી શ્રી મુંબઈ મહાનગરમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સવારે ૧૦ વાગ્યે  દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે "ચાય પે ચર્ચા" માં  સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે.


તેમના આ પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ મુખ્યમંત્રી સંવાદ-વાર્તાલાપ કરવાના છે.


19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે આ ગુજરાતી અભિનેત્રી, ખોળામાં બેસેલી તસવીર શેર કરી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. આ જન સભામાં મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાવાના છે.


ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં શનિવારે સાંજે વર્સોવા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં મહાડા ગ્રાઉન્ડ, ઓશીવારા મેટ્રો સ્ટેશન જોગેશ્વરી વેસ્ટમાં આયોજિત સભામાં સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ અંધેરી વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે સભા સંબોધશે. 


મુખ્યમંત્રી આ સભા પૂર્ણ કરીને ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં જનસભાને પોલીસ હોકી ગ્રાઉન્ડ ખાતે સંબોધન કરવાના છે. મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાન સભાની આગામી સમયમાં યોજાનારી  ચૂંટણીઓના ઝંઝાવાતી પ્રચાર અંતર્ગત એક જ દિવસમાં ચાર જન સભાઓને સંબોધન કરીને શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે. 


ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહી