ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર તા.ર૯મી ડિસેમ્બરે વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) માં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓના પરિવારને રૂપિયા 4 લાખની સહાય (government help) આપવાની જાહેરાત કરી છે. સાથે જ ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીએ એવો નિર્ણય પણ કર્યો છે કે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓના પરિવારને વ્યક્તિ દીઠ રૂ. પ૦ હજારની સહાય અપાશે. આ સહાય મુખ્યમંત્રી રાહતનિધિ (cm fund) માંથી આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત
વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 3 વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો 10 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની જુડોની મેચ રમવા ગોધરા ગયા હતા. ગોધરાથી પરત ફરતા સમયે તૂફાન ગાડીને અકસ્માત થયો હતો.  10 થી વધુ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બગોદરામાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. તો ઘાયલ મુસાફરોને સોલા સિવિલ ખસેડાયા હતા. મૃતકોને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા. 


મુખ્યમંત્રી (gujarat cm) એ આ ઘટનાની જાણ થતાં જ તેમણે અમદાવાદ જિલ્લા કલેક્ટર, એસ.પી અને આરોગ્યના અધિકારીઓને  તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વ્યક્તિઓની સારવારનો પ્રબંધ કરવા સૂચના આપી હતી. આ  અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિઓને  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.