હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) હાલ ચર્ચામાં છે. નવા મંત્રીઓના શપથવિધિ સમારોહ બાદ તેઓ રાજ્યના વિવિધ મંદિરોમાં માથુ ટેકવીને પ્રાર્થના કરી રહ્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને આવતીકાલે મળવાના છે. ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પીએમ મોદી (PM Modi) સાથે શુભેચ્છા મુલાકાત કરશે. સાથે જ તેઓ આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે પણ મુલાકાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુપેન્દ્ર પટેલે આનંદીબેનને મળીને આર્શીવાદ લીધા 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદીબહેન પટેલ (Anandiben Patel) સાથે મુલાકાત કરી હતી. CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલની આનંદીબેન સાથેની આ પહેલી મુલાકાત હતી. મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેન પટેલ સાથે પહેલી મુલાકાતમાં તેમણે આશીર્વાદ મેળવ્યા હતા. ગઈકાલે જ આનંદીબેન પટેલ અમદાવાદ પહોંચ્યા છે. સામાજિક કારણોસર ઉત્તરપ્રદેશના રાજ્યપાલનો 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. 


ભૂપેન્દ્ર પટેલે સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ માટેની બેઠક યોજી
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એનેક્ષી ખાતે સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ માટેની બેઠક યોજી છે. આ મહત્વની બેઠકમાં કે. કૈલાસનાથન, સચિવ અવંતિકા સિંઘ અને અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ રોડ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટ સમીક્ષા અને આશ્રમવાસીઓ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે.