Gandhinagar News : સત્તા અને સુવિધા આજે છે અને કાલે નહિ. સત્તાનો નશો માણસને ન ચઢે તો જ સારુ. જીવનમાં કશુ જ કાયમી નથી હોતું. મુખ્યમંત્રીનું પદ મળે એટલે આગળ પાછળ ગાડીઓ ફરતી હોય, સિક્યુરિટી હોય છે. પરંતુ છતા તમારી સાદગી લોકોને વધુ આકર્ષતી હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી કોમનમેન ખરા અર્થમાં કોમનમેન બની રહ્યાંછે. કારણ કે, હાલ તેમનો દીકરો બીમાર પડ્યો હતો. જેની સારવાર માટે થયેલો તમામ ખર્ચો તેઓએ જાતે ઉપાડ્યો. એટલુ જ નહિ, સરકારી એરક્રાફ્ટનો ફાયદો ન લઈને ડોમેસ્ટિક ફ્લાઈટમાં સફર કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને ગત 7 મેના રોજ રવિવારે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, દરમિયાન તેમને વધુ સારવાર માટે 1 મેના રોજ એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવાયા હતા. હાલમાં અનુજ પટેલ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્ત્વવનું મુખ્યમંત્રી આ ફ્લાઇટ 108ની મદદથી બુક કરી હતી. ત્યારે હવે જાણવા મળ્યુ છે કે, દીકરાને સારવાર અર્થે જે એર એમ્બ્યુલન્સમાં અમદાવાદથી મુંબઈ લઈ જવામાં આવ્યા, તેનું ત્રણ લાખ રૂપિયાનું બિલ મુખ્યમંત્રીએ ચૂકવ્યું છે. તેઓ જે પદ પર છે, તે પદ પર તેમની પાસેથી સરકારી એમ્બ્યુલન્સનું ભાડું માંગવામાં ન આવે. પરંતુ તેઓએ પ્રમાણિકતા દાખવીને સરકારમાં એર એમ્બ્યુલન્સનું ભાડું જમા કરાવી દીધું.  


તળાવમાં ડૂબવાની ઘટનામાં એકના એક પુત્રનું મોત, માહિતી મળતા જ પિતાને આવ્યો હાર્ટ એટેક


તો બીજી તરફ, તેઓએ મુંબઈ જવા-આવવા માટે સરકારી એરક્રાફ્ટનો પણ ઉપયોગ ન કર્યો. એટલુ જ નહિ, પોતે આ માટે કોઈ મદદ ન માંગી. સરકારી એરક્રાફ્ટને બદલે તેઓએ ડોમેસ્ટિક ફ્લાઈટમાં સફર કરી. તેઓ જેટલીવાર મુંબઈ ગયા, તેટલી વાર ડોમેસ્ટિક ફ્લાઈટમાં સામાન્ય માણસની જેમ ગયા. 


તેઓએ એકપણવાર સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ ન કર્યો. જે બતાવે છે કે, મૃદુ સ્વભાવના મુખ્યમંત્રીને સત્તા અને સુવિધાનો કોઈ મોહ નથી. જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારથી મુખ્યમંત્રીના હોદા પર બિરાજ્યા છે ત્યારથી આજદિન સુધી તેમના પરિવારે સરકારી એરક્રાફટનો એકેય વાર ઉપયોગ કર્યો જ નથી.


લોકોમાં હાર્ટ એટેકનો ડર વધ્યો, હૃદયનું હેલ્થ ચેક અપ કરાવતા થયા લોકો


ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી હંમેશા સાદગીમાં જોવા મળે છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા, ત્યારે તેઓ સાદા લિનન શર્ટમા જોવા મળ્યા હતા. આમ, સામાન્ય રીતે શર્ટ અને પેન્ટમાં જ તેઓ જોવા મળતા હોય છે.