મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો કોરોના ટેસ્ટ
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકો-લોકોમાં ટેસ્ટિંગ (corona test) પ્રત્યેનો ડર-ભય દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે સૌને પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. આવામાં દરેક વ્યક્તિએ જાગૃત થવું જરૂરી છે. લક્ષણો દેખાય તો જાતે જ ટેસ્ટ કરાવવા આગળ આવો. કોરોનાથી ડરીને દૂર ન ભાગો, નહિ તો તમારું સંક્રમણ વધુ ઝડપથી ફેલાશે. આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યના સૌ નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકો-લોકોમાં ટેસ્ટિંગ (corona test) પ્રત્યેનો ડર-ભય દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે સૌને પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મુખ્યમંત્રીએ ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’નું સૂત્ર આપતાં સૌને અપીલ કરી છે કે, કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અને સંક્રમિત વ્યકિતઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે અને તે ટેસ્ટ પ્રત્યે કોઇએ ભય-ડર રાખવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એક પછી એક ભાજપના નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ગઈકાલે ભાજપના મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
.