ગુજરાતમા અનલોક-2ની જાહેરાત, દુકાનો 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, 10થી 5 કરફ્યૂ
ગુજરાતમાં આજે અનલોક-2ની જાહેરાત કરાઈ છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતીકાલે 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાની છૂટ આપી છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ્સ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય કરાયો છે. તેઓએ જણાવ્યું કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજે અનલોક-2ની જાહેરાત કરાઈ છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતીકાલે 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાની છૂટ આપી છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ્સ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય કરાયો છે. તેઓએ જણાવ્યું કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.