ઝી મીડિયા/બ્યૂરો :ગત મહિને ગુજરાતના રાજકારણ (gujarat politics) માં મોટી હલચલ થઈ હતી, અને તખતો પલટાયો હતો. સંવેદનશીલ કહેવાતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ રાજીનામુ આપ્યુ હતું, અને ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી (gujarat cm) બન્યા હતા. ત્યારે હવે વિજય રૂપાણી હાલ પક્ષની અનેક જવાબદારીઓમાંથી મુક્ત થયા છે. હવે તેઓ પોતાની સામાજિક જિંદગીમાં પરત ફર્યાં છે. ત્યારે જવાબદારીમાંથી મુક્ત થયેલા વિજય રૂપાણી હાલ દિવાળી વેકેશન માટે વિદેશમાં રહેતી દીકરીના ઘરે પહોંચ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વિજય રૂપાણી લંડનમાં 17 દિવસના દિવાળી વેકેશન પર ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીકરી અને જમાઈ લંડનમાં રહે છે. કોરોના મહામારીનો આતંક, મુખ્યમંત્રીની મહત્ત્વની જવાબદારીઓ, ચૂંટણીઓ સહિતની સતત કામગીરીને કારણે છેલ્લાં સાત વર્ષથી પોતાની દીકરીને મળવા તેઓ ઈંગ્લેન્ડ જઈ શક્યા નહોતા. પરંતુ હાલ તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયેલા વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે લંડન પહોંચ્યા છે. અહી તેઓ 17 દિવસનું દિવાળી વેકેશન ગાળશે. જોકે. દિવાળી પહેલા તેઓ રાજકોટ આવી જશે તેવી શક્યતા છે. 


આ પણ વાંચો : ગુજરાતીઓના મિની કાશ્મીર સુધી પહોંચવા સરકારે કરી ખાસ સુવિધા, દિવાળીમાં નીકળી પડો   



જોકે, લંડન ગયેલા વિજય રૂપાણી પણ વેકેશનની સાથે સાથે સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. તેમજ પક્ષના કાર્યક્રમોમાં પણ જોવા મળ્યા છે. જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. લંડન ખાતે તેમણે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી સંસ્થા-UK દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો લંડન ખાતે ભારતીય જનતા પાર્ટી ઓવરસીઝ દ્વારા તેમનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક વિચાર ગોષ્ઠી અને પ્રશ્નોતરીના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી રામ મંદિર યુકેના પ્રમુખ જય શર્મા, હિન્દુ કાઉન્સિલ યુકેના ચેરમેન ઉમેશ શર્મા, ભારતીય જનતા પાર્ટી ઓવરસીઝના પ્રમુખ કુલદીપ શેખાવત, ભારતીય જનતા પાર્ટી ઓવરસીઝના ઉપપ્રમુખ શશિકાંત પટેલ, ભારતીય જનતા પાર્ટી ઓવરસીઝના મહામંત્રી સુરેશ મંગલગીરી તથા UK સ્થીત ગુજરાતી પરિવારો હાજર રહ્યા હતા. તેમજ તેમણે લંડન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ વરિષ્ઠ પ્રચારક અને વિદેશમાં સંઘના પ્રચાર કાર્યનું દાયિત્વ નિભાવતા ચંદ્રકાતભાઇ શુક્લ તથા વિવિધ ક્ષેત્રના સમવૈચારિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.