ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત હાલ કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. આવામાં ગુજરાતની દરેક જનતા સરકાર તરફ મીટ માંડીને બેસી છે. લોકડાઉન વચ્ચે સરકારનો સંઘર્ષ કેવો રહ્યો તે વિશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ઝી 24 કલાક સાથે દિલ ખોલીને વાત કરી હતી. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં તેઓએ એડિટર દિક્ષીત સોની સામે ગુજરાતની જનતાના મનમાં ઉદભવેલા અનેક સવાલો વિશે પોતાના મનની વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ : ગુજરાતમાં શરૂઆતમાં કોરોના સંક્રમણ કાબૂમાં હતુ, પણ બાદમા સ્થિતિ બગડતી ગઈ. તે પાછળ શું કારણ છે? 
જવાબ : ગુજરાતમાં હાલ પરિસ્થિતિ સારી છે. ગુજરાતના 75 ટકા કેસ અમદાવાદ અને સુરતમાં છે. બાકીના શહેરોમાં સંક્રમણ વધુ ફેલાયુ નથી. તેને રોકવામાં અમે સફળ થયા છે. બંને શહોરમાં જે કેસ વધ્યા તે તબલિગી જમાતના લોકોને કારણે વધ્યા છે. તેઓએ બિનજવાબદારીભર્યા વર્તન સાથે અમદાવાદમાં મોટાભાગે સંક્રમણ વધાર્યું. અમદાવાદ 600 વર્ષ જૂનુ શહેર છે. અહી ગીચ વસ્તી છે. જ્યાં અલ્પસંખ્યક સમુદાયના લોકો રહે છે. જ્યારે તબલિગી જમાતીના કેસ થયા, ત્યારે તેઓ આ વસ્તીમાં જઈને લોકોને ખુલ્લેઆમ મળતા રહ્યા. તેઓએ સરકારે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી. જેથી અમદાવદામાં કેસ વધ્યા. અમે સંદિગ્દોને ક્વોરેન્ટાઈ કર્યુ. પરંતુ કોરોના તેજીથી ફેલાતી બીમારી છે. થોડુ મોડુ કરવાથી પણ નુકસાન થાય છે. અમદાવાદમાં આવુ જ થયું. જ્યા સુધી અમે જમાતીઓને ટ્રેસ કરીને તપાસ કરીએ ત્યા સુધી નુકસાન વધી ચૂક્યુ હતું. તેમ છતા અમે સમય બગાડ્યા વગર ટેસ્ટીંગ કેપેસિટી વધારી, સંક્રમિતોને ઓળખ કરીએ છીએ. ગુજરાતમાં માત્ર 5254 જ એક્ટિવ કેસ છે. 3353 સાજા થઈને ઘરે ગયા છે. ડિસ્ચાર્જ રેટ 18 થી 38 ટકા થઈ ગયો છે. 


મુખ્યમંત્રી બદલાવાના છે...? સવાલ વિશે ઝી 24 કલાક સાથેના શીર્ષસંવાદમાં નીતિન પટેલે શું કહ્યું, જાણો...


સવાલ : અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લાવવા સૈનિક દળને રસ્તા પર ઉતાર્યું, તેનાથી કેટલો ફાયદો થયો?
જવાબ : હાલ અમદાવાદમાં સ્થિતિ નિયંત્રણમાં છે. લોકો સાજા થઈને ઘરે જાય છે. ફોર્મ મળ્યું તેનાથી સકારાત્મક પરિણામ મળ્યાં.


સવાલ : એઈમ્સની ટીમે અમદાવાદની મુલાકાત કરી, તેનાથી શુ ફાયદો થયો અને આગામી સમયમાં કોરોનાને કેવી રીતે રોકી શકીશે?
જવાબ : મહામારીના મુશ્કેલ સમયમાં સિનીયર તબીબ, પોલીસ વિભાગ કે અન્ય વિભાગના ડોક્ટરો અને ઓફિસરો કામ આવે છે. મેં ગૃહમંત્રી અમિત શાહે અનુરોધ કર્યો કે, એઈમ્સના સિનીયર ડોક્ટરની ટીમ ગુજરાત મોકલો. જેથી અમને માર્ગદર્શન મળે. દિલ્હીની ટીમે એસવીપી અને સિવિલ હોસ્પિટલની તેઓએ મુલાકાત કરી. ચર્ચાવિચારણા કરીને સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. તેઓએ એક તારણમાં કહ્યું કે, કોરોનાના દર્દીઓ તકેદારી રાખતા નથી અને મોડા હોસ્પિટલમાં આવે છે અને તેથી તેઓને બચાવવામાં મુશ્કેલી થાય છે. અમારી તૈયારીઓ પરફેક્ટ છે અને કોરોનાની લડાઈમાં તેજીથી અગ્રેસર બનીશું.