પાટીદાર આંદોલનથી આનંદીબેનનો ભોગ લેવાયો, તો શું રૂપાણીના અચાનક રાજીનામાનું પ્લાનિંગ સરદારધામ પછી થયું?
ગુજરાત (गुजरात) માં વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામા બાદ પાંચ વર્ષ પહેલાનો ભૂતકાળ જીવંત થયો છે. વિજય રૂપાણીના અચાનક રાજીનામા (resignation) થી લોકોએ આનંદીબેન પટેલ (anandiben patel) ને યાદ કર્યા છે. વિજય રૂપાણીએ એકાએક જાહેરાત કરીને રાજ્યપાલને જે રીતે રાજીનામુ સોંપ્યુ તેના પાછળ પાટીદાર ફેક્ટર કારણભૂત હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. પાટીદારોએ બનાવેલ શૈક્ષણિક સંકુલના ઉદઘાટનની થોડી મિનિટો બાદ જ વિજય રૂપાણીનું રાજીનામુ આપવુ અનેક સવાલો ઉભા કરે છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત (गुजरात) માં વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામા બાદ પાંચ વર્ષ પહેલાનો ભૂતકાળ જીવંત થયો છે. વિજય રૂપાણીના અચાનક રાજીનામા (resignation) થી લોકોએ આનંદીબેન પટેલ (anandiben patel) ને યાદ કર્યા છે. વિજય રૂપાણીએ એકાએક જાહેરાત કરીને રાજ્યપાલને જે રીતે રાજીનામુ સોંપ્યુ તેના પાછળ પાટીદાર ફેક્ટર કારણભૂત હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. પાટીદારોએ બનાવેલ શૈક્ષણિક સંકુલના ઉદઘાટનની થોડી મિનિટો બાદ જ વિજય રૂપાણીનું રાજીનામુ આપવુ અનેક સવાલો ઉભા કરે છે.
વિજય રૂપાણીના અચાનક પડેલા રાજીનામા પાછળ પાટીદાર (Patidar) ફેક્ટર કારણભૂત હોવાની ચર્ચાએ વેગ પકડ્યુ છે. આ સાથે જ એકવાર ફરીથી રાજીનામુ આપ્યુ કે અપાવડાવ્યુ તે પણ કાનાફૂસી થઈ છે. જે રીતે પાટીદાર આંદોલન બાદ આનંદીબેનને પણ અચાનક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજીનામુ આપ્યુ હતું, તે જ સ્ટાઈલમાં વિજય રૂપાણીનું પણ આકસ્મિક રાજીનામુ પડ્યુ છે. પાટીદારોએ બંધાવેલા 200 કરોડના સરદાર ધામના લોકાર્પણ બાદ અચાનક રાજીનામાની જાહેરાત પાછળ મોટા સંકેત હોવાનું રાજકીય વિશ્લેષકોનુ કહેવુ છે. પાંચ વર્ષ બાદ પાટીદારોને કારણે ગુજરાતના બીજા મુખ્યમંત્રીએ રાજીનામુ આપ્યુ હોવાની ચર્ચાયો શરૂ થઈ છે.
આ પણ વાંચો : Big breaking : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ
આ સાથે જ જે રીતે છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સીએમની માંગણી ઉઠી છે, અને પાટીદાર દિગ્ગજોએ બેઠક કરી હતી, તે જોતા આ રાજીનામા પાછળ પાટીદાર ફેક્ટર હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.
તો બીજી તરફ, વિજય રૂપાણીના રાજીનામાથી સૌથી વધુ ચર્ચામાં નીતિન પટેલ આવ્યા છે. ફરી એકવાર નીતિન પટેલને મુખ્યમંત્રી પદ સોંપાય તેવી અટકળો વહેતી થઈ છે. જ્યારે જ્યારે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી નિમવાની વાત આવે છે ત્યારે ત્યારે નીતિન પટેલ ચર્ચામા આવે છે. પરંતુ હંમેશા તેમનુ નસીબ એક ડગલુ પાછળ ચાલે છે. ત્યારે આ વખતે શુ પાટીદાર સીએમની માંગણી વચ્ચે નીતિન પટેલને પદ મળશે કે પછી કોઈ નવો ચહેરો સ્થાન પામશે.
આ પણ વાંચો : વિજય રૂપાણીનું દર્દ છલકાયું... રાજ્યપાલને સોંપેલા પત્રમાં સામે આવ્યું રાજીનામાનું મોટુ કારણ
આ વચ્ચે ભાજપ કાર્યાલય કમલમ પર મહત્વની બેઠક યોજાનાર છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં આ બેઠક યોજાશે. જેમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા, ભાજપના મુખ્ય દંડક કમલમ પહોંચ્યા છે. નવા મુખ્યમંત્રીના નામ માટે ધારાસભ્ય દળની બેઠક અંગે નિર્ણય લેવાશે. ભાજપે તમામ ધારાસભ્યોને આજ સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવા સૂચના આપી છે.