ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સર્ચ એંજિન ગુગલ અને દેવર્શી નારદની સરખામણી કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર વિજય રૂપાણીએ કહ્યું કે, નારદ મુની ગુગલની જેમ જ બધુ જાણતા હતા. એમના અનુસાર નારદ ઠીક એ રીતે જ વિશ્વની જાણકારી રાખતા હતા કે જે રીતે હાલમાં ગૂગલ રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે અમદાવાદમાં આયોજિત દેવર્શી નારદ જ્યંતિ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કહ્યું કે આજના સમયમાં આ પ્રાસંગિક છે કે નારદ જાણકારીના પરિપૂર્ણ હતા. એમની પાસે વિશ્વની જાણકારી રહેતી હતી. જાણકારી એકત્ર કરી એનો ઉપયોગ માનવ જાતિના કલ્યાણ માટે કરવો એ એમનો ધર્મ હતો. આ કાર્યક્રમ આરએસએસની ઉપ શાખા વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, ગૂગલ પણ અદ્ગલ નારદ મુની જેવી જ છે અને બધી જ જાણકારીનો જાણે સ્ત્રોત છે. વિશ્વમાં ઘટતી તમામ માહિતીની જાણકારી રાખે છે. 


અહીં નોંધનિય છે કે, ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ શનિવારે પીએમ નરેન્દ્ર મોદી અને બંધારણ નિર્માતા તરીકે ઓળખાતા બી આર આંબેડકરને બ્રાહ્મણ ગણાવ્યા હતા. તેમણે ભગવાન કૃષ્ણને ઓબીસી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, બ્રાહ્મણ ક્યારેય સત્તાનો ભૂખ્યો નથી હોતો. તે બીજાને રાજા અને ભગવાન બનાવે છે. આ દરમિયાન એમણે ચંદ્રગુપ્ત મોર્ય અને ભગવાન રામનું ઉદાહરણ આપ્યું હતું. રાજેન્દ્ર ત્રિવેદીએ આ બાબત ગાંધીનગરમાં આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેશ સમિટમાં પોતાના વ્યક્તવ્યમાં જણાવી હતી. આ સમિટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.