ગાંધીનગર : નવરાત્રીએ પાવન તહેવાર છે જેમાં દરેક ખેલૈયાઓ, ભુલકાઓ, વયોવૃદ્ધ આ તહેવારની મજા માણે છે. રાજ્ય સરકારનાં પ્રવાસન નિગમ દ્વારા  અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તારીખ 10 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર સુધી વિશ્વના સૌથી લાંબા ચાલનારા નૃત્ય મહોત્સવ- નવરાત્રી ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ સમયે મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રીનું મહત્વ હિંદુ ધર્મમાં ખુબ જ છે. નવરાત્રી દરમ્યાન માતાજીની આરાધના માટે બીજા અને આઠમાં નોરતું ખુબ જ અગત્યનું હોય છે જેમાં આઠમના દિવસે માંની શક્તિની આરાધના માટે નૈવેદ્ય કરવામાં આવે છે જે માંની ઉપાસના નું પ્રતિક છે. ગુજરાતની આ ભવ્ય ઉજવણીને જોઈને હવે વિદેશમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન બાબત છે. 


નવરાત્રિ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, માનનીય આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન, સ્ત્રી અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા,  સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર રાજયકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ,મેયર અમદાવાદ શહેર બીજલબેન પટેલ, સાંસદ કિરીટભાઇ સોલંકી, સાંસદ પરેશ રાવલની ઉપસ્થિતી રહેશે.  


આ વર્ષે સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત મિશન હેઠળ આપણે ત્યાં છત્તિસગઢથી ૧૮ કલાકારો આવ્યા છે. જે સાંસ્ક્રુતિક કળાઓને રજૂ કરશે જ્યારે 200 થી પણ વધુ કલાકારો ગુજરાતભરનું સાંસ્ક્રુતિક પર્ફોર્મન્સ રજૂ કરશે. દરરોજ રાત્રે ૯ કલાકથી મધ્યરાત્રિ સુધી શેરી ગરબા પણ યોજાશે. આ વર્ષે થીમ પેવેલિયનમાં રાજ્યના વિવિધ આકર્ષણો પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત છત્તિસગઢ તરફથી ક્રાફ્ટ સ્ટોલ્સ અને ફૂડ સ્ટોલની વ્યવસ્થા પણ કરાઈ છે. આ સમયે અમારી પાસે 75 જેટલા ક્રાફ્ટ સ્ટોલ્સ છે જે ગુજરાતની વિવિધ હસ્તકલા અને પરંપરાગત ચીજોનું નિરુપણ કરશે. 


જ્યારે ફૂડકોર્ટમાં 26 જેટલા વિવિધ સ્ટોલ્સ રહેશે જેમાં ગુજરાતના દરેક જિલ્લાઓની ખાદ્ય ચીજો ને માણવાનો અનેરો લાહવો મળશે. બાળકો માટે બાલનગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે એડવેંન્ચર એક્ટિવિટી જેવી કે આર્ટિફિશિયલ રોક ક્લાઇન્બિંગ,રોકેટ પેરાશૂટ, બંજી ટ્રમ્પોલિંગ, બંજી ઇજેક્શન, હાઇ રોપકોર્સિસ, મેકેનિકલ બૂલરાઈડ વિગેરે જે બાળકો ને મનોરંજન પૂરું પાડશે. દરરોજ રાત્રે ૯ કલાકથી મધ્યરાત્રિ સુધી શેરી ગરબા પણ યોજાશે અને રોજ રાત્રે ૧૧:૪૫ એ મહા આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે. 


મા આદ્યશક્તિની આરાધનાના આ શુભ પ્રસંગે નવરાત્રી દરમ્યાન દર વર્ષે દેશ -વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે નવરાત્રી દરમ્યાન પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2013માં નવરાત્રી મહોત્સવનો લાભ લેનારાઓની સંખ્યા આશરે 3 લાખ હતી જે વધીને વર્ષ 2017માં 6.50 લાખથી વધુ રહી હતી.