પાકિસ્તાનની `અલ હુસેની` નામની બોટમાંથી ગુજરાતમાં ઘૂસાડાતું હતું કરોડોનું ડ્રગ્સ, સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ

ગુજરાત દરિયાકાંઠેથી વધુ એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી કરવાનું એપી સેન્ટર બની રહ્યું છે, ત્યારે કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અર્પણ કાયદાવાલા/ બ્યુરો: છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, ત્યારે આજે આ દિશામાં વધુ એક અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠેથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં 400 કરોડના 77 કિલો ડ્રગ સાથે પાકિસ્તાનની એક બોટ ઝડપાઇ હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. કચ્છના જખૌ દરિયા કિનારેથી 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સના આ દૂષણને પકડવા માટે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલ હુસેની નામની બોટ ડ્રગ્સ સાથે ઝડપાઈ છે.
હેરોઇન- ડ્રગ્સ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ હેરોઇન- ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ કરાચીથી નિકળી પંજાબ જવાનુ હતુ. છેલ્લા 48 કલાકથી સંયુક્ત ઓપરેશન ચલાવ્યા બાદ પાકિસ્તાની બોટ પકડવામાં સફળતા મળી હતી. રાજસ્થાનની જેલમાં રહેલા ગેંગસ્ટર આ સિન્ડિકેટમાં સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીઓ પાકિસ્તાની બોટ સાથે 48 કલાક સુધી પાકિસ્તાન જળસીમામાં રાહ જોયા પછી ભારતીય જળસીમામાં ઘુસ્યા હતા. હજું પણ હેરોઇન- ડ્રગ્સ કેસમાં ચાલતી ગેંગ રાજસ્થાન જેલમાંથી ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુશન કરે છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત દરિયાકાંઠેથી વધુ એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી કરવાનું એપી સેન્ટર બની રહ્યું છે, ત્યારે કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.
શું ગુજરાતમાં ફરીથી સ્કૂલો બંધ કરાશે? તાત્કાલિક પરિપત્ર જાહેર, શિક્ષણમંત્રીનું મહત્ત્વપૂર્ણ નિવેદન
એટલું જ હીં, ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખ્સોની પુછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી હતી.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર હમણાંથી જબરું ફાલ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાની ઘટનાઓ એક પછી એક ખુલી રહી છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, જેમાં સૌથી વધુ મેફેડ્રોન જપ્ત થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો છે. છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાઈ રહ્યો છે. ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઈ છે.
પકડાયેલ આરોપીઓના નામ -
1) મોહમ્મદ ઇમરાન વાઘેર રહે - કરાચી, પાકિસ્તાન
2) ઇસ્માઇલ બડાલા રહે - કરાચી, પાકિસ્તાન
3) મોહમ્મદ સાજીદ વાઘેર રહે - કરાચી, પાકિસ્તાન
4) સાગર વાઘેર રહે - કરાચી, પાકિસ્તાન
5) મોહમ્મદ દાનીશ વાઘેર રહે - કરાચી, પાકિસ્તાન
6) અશ્ફાક વાઘેર રહે - કરાચી, પાકિસ્તાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube