ઝી મીડિયા/બ્યૂરો :કંગના રનૌતના નવા રિયાલિટી શો પર સૌની નજર ટકી છે. હાલ આ શો ચર્ચામાં છે. હવે આ શોને ગુજરાતનો કેદી મળ્યો છે. હકીકતમાં ગુજરાતના જૂનાગઢનો રહેવાસી અને સ્ટેન્ડ અપ કોમેડિયન મુન્નવર ફારુકી કંગનાના લોકઅપ શોમાં નજર આવશે. કંગનાની જેલમાં રહેવા માટે મુન્નવરને પોતાની જિંદગીના અનેક રહસ્યો ખુલ્લા કરવા પડશે. મુન્નવર ફારુકી ઉપરાંત કંગના રનૌતના લોક અપમાં 15 અન્ય સેલિબ્રિટી અત્યાચારી ગેમનો ભાગ બનશે. તમામ કન્ટેસ્ટંટને આ શોમાં એક જેલમાં હાથકડી લગાવીને બંધ કરવામાં આવશે. જેના બાદ આ શોની શરૂઆત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુન્નવર ફારુકીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ કે, આ શો અનોખો બની રહેશે. જે ઓટીટી ઈન્ડસ્ટ્રીઝમાં કન્ટેન્ટ જોવાના અનુભવની ગતિશીલતાને બદલી દેશે. 


જોકે, કંગન રનૌતના લોકઅપમાં કેદી બનેલા મુન્નવર ફારુકી આ અગાઉ અનેક વિવાદોમાં રહી ચૂક્યા છે. કથિત ધમકીઓને કારણે તેમના 12 શો માત્ર બે મહિનાના ગાળામાં જ કેન્સલ કરી દેવાયા હતા. 



મુન્નવર ફારુકીની ઈન્દોર પોલીસે ધરપકડ કરી હતી, જેમાં બીજેપીના ધારાસભ્ય માલિની ગૌડના દીકરા એકલવ્ય સિંહ ગૌડની ફરિયાદ કરી હતી. તેમને એક મહિનો જેલમાં વિતાવવો પડ્યો હતો. મુન્નવર પર અનેકવાર હિન્દુ દેવી દેવતીઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરવાના આરોપ લાગ્યા છે. 


એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં મુન્નવરે કહ્યુ કે, મને નથી લાગતુ કે વિવાદાસ્પદ હોવામાં કોઈ પણ ભૂલ છે. તેનો મતલબ એ છે કે, લોકોએ વાતમાં તમારો પક્ષ સાંભળ્યો નથી. અથવા તો તમને સંદર્ભમાંથી બહાર કરી દેવાયો છે. હું ક્યારેય વિવાદોનો ભાગ બનવા માંગતો નથી. મારા વીડિયોના જે ભાગે લોકોને નુકસાન પહોંચાડ્યુ હતું, મેં તેને તરત હટાવી દીધા હતા. એ નાગરિકો જ હતા, જેમણે આ વીડિયોને એક વર્ષ સુધી ચલાવ્યા હતા અને તેને હોટ ટોપિક બનાવ્યા હતા. હુ ક્યારેય પણ વિવાદોનો ભાગ બનવા માંગતો નથી. વિવાદોએ જ મને આવો બનાવ્યો છે. હું કોમેડી કરીને ખુશ હતો, અને મારા 100 મિલિયન નંબરના સેલિબ્રેશનમાં વ્યસ્ત હતો.