ગૌરવ પટેલ/ અમદાવાદ: ઘોડા નાસી ગયા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ ગુજરાત કોંગ્રેસમાં સર્જાયો છે ગુજરાત કાંગ્રેસના પ્રમુખ દ્વારા છ જિલ્લા પંચાયતો કોંગ્રેસના હાથમાંથી સરકતાં બળવાખોરોને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક પ્રેસ વાર્તમાં ગુજરાત કોંગ્રેસે પ્રમુખે કહ્યું કે અમદાવાદના 6 ભાવનગર 3 પાટણ 8 દાહોદ 9 મહિસાગરના 3 અને બરોડના 3 સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય જાહેર કર્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના પૂર્વ મુખ્યંત્રીએ કહ્યું: પિતાજી સાથે પીતો હતો દારૂ, તે પોતે પીવાનું કહેતા હતા  


આ ઉપરાંત પક્ષે આપેલા વ્હિપનો અનાદર કરનારા તાલુકા જિલ્લા અને નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યોને પણ સસ્પેન્ડ કર્યા સાથે જે જિલ્લા પંચાયત કોંગ્રેસ દ્વારા ગુમાવમાં આવી છે. તે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના નિરિક્ષક અને પ્રભારી સામે પણ પગલાં લેવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત ગુમાવાનો દોષનો ટોપલો ભારતીય જનતા પાર્ટી પર ફોડતાં પ્રમુખ અને વિપક્ષના નેતાએ કહ્યું કે ૨3 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું અને ૧૮મા પુન સાશન સ્થાપિત થયું છે.

પંચમહાલ: મારી ટિકિટ કાપવાવાળો હજુ સુધી જન્મ્યો નથી, 2030 સુધી હું જ સાંસદ રહીશ  


મર્સિડીઝથી પણ મોંઘી છે આ જાદૂઈ છડીના એક ઇંચની કિંમત, 5 લોકોની ધરપકડ  


ગામડામાં ભાજપાનો જનાધાર ઘટતા સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં દખલગીરી કરી હતી. સરકારે સત્તાના જોરે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો છતાં કોગ્રેસ એ બહુમતી જાળવી છે. ભય અને લોભનું વાતાવરણ ઊભું કરી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તોડવાનો પ્રયાસ કર્યો છે તેને વખોડું છું. ભાજપાએ સત્તા પરિવર્તન ભલે કર્યું હશે પણ ગામડામાં ભાજપાનો જનાધાર વધશે નહી અને ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપને જવાબ મળશે તેમણે પક્ષ સામે બળવો કરનાર સામે પક્ષાંતર ધારા હેઠળ પગલાં લેવાની જાહેરાત પણ કરી હતી.