ઝી ન્યૂઝ/અમદાવાદ: વિધાનસભા ચૂંટણીના માત્ર 3 મહિના બાદ જ ગુજરાત કોંગ્રેસમાં ફરી વિખવાદ શરૂ થયો છે. પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી પરિવર્તન લાવવા પૂર્વ ધારાસભ્યો મેદાને આવ્યા છે. તમામ નારાજ ધારાસભ્યો બેઠક યોજીને ભવિષ્યના આયોજન અને નવા નેતૃત્વ પર પરામર્શ કરશે. ત્યારે નારાજગીના સૂર બાદ કોંગ્રેસના નેતાઓ લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ આજે ખોડલધામ પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં H3N2નો ખતરો! શરદી, ખાસી, કફની તકલીફ બાદ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત


પક્ષને મજબૂત બનાવવાની ચિંતા હોવાનો ત્રણેયે દાવો કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દર્શને પહોંચ્યા હતા. નારાજગીની વાતો વચ્ચે લલીત વસોયાએ કહ્યું કે, અમે બળવો નહીં પાર્ટીને મજબૂત કરવા નીકળ્યા છીએ. કોંગ્રેસ શિસ્ત જળવાય અને ઝડપી નિર્ણય થાય તેવી માંગ કરી છે. આગામી દિવસમાં હાઈકમાન્ડ સાથે વાતચીત કરી રજૂઆત કરીશું.


કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે આજે ખોડલધામ ખાતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સીનીયર સીટીઝનને સોમનાથ અને ખોડલધામ ખાતે દર્શને લાવ્યા હતા તે કાર્યક્રમમાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો લલિતભાઈ વસોયા અને લલિતભાઈ કરગથરા પણ હાજર રહ્યા હતાં. આ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવેલ કે, નારાજગી હોવાની વાત ભાજપના ધારાસભ્યો ફેલાવે છે.


અંબાજીમાં પ્રસાદ વિવાદ પર નીતિન પટેલનું મોટું નિવેદન, શું ફરી મળતો થશે મોહનથાળ?


ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક કલહ જોવા મળી રહ્યો છે.. સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી વિરોધનાં સંકેત જોવા મળી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનાં સૂર હાલ તો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસીઓ નારાજ છે. પક્ષથી નારાજગીને લઈને આગામી સમયમાં સિનીયર કાર્યકરો બળવો પણ કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો એક બે દિવસમાં બેઠક પણ કરવાનાં છે. ત્યારે પક્ષમાં થતી અવગણનાને કારણે પણ નેતાઓ નારાજ છે.


પાટીદાર ખેડૂતના સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે


બેઠક કરી આગામી રણનીતિ પર વિચાર કરવામાં આવશે. તેમજ કોંગ્રેસમાં આંતરકલહ પણ સમવાનું નામ લેતો નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને  કારમી પછડાટ મળી છે. ત્યારે લલિત વસોયાના બગાવતી સૂરથી કોંગ્રેસમાં આંતર કલહ વધુ વકરે તેવી સંભાવનાઓ પણ કોંગ્રેસના સીનીયર નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. નારાજગીની વાતો વચ્ચે કોંગ્રેસના નેતાઓની હલચલ પેદા થઈ છે. નારાજગીની વાતો વચ્ચે કોંગ્રેસના નેતા ખોડલધામ દર્શને પહોંચ્યા છે. 


અમો નહિ, અમો તો ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારાઓ સામે મોવડી મંડળ તાત્કાલિક પગલાં લ્યે તેવી માંગ કરીએ છીએ. નારાજ એટલા માટે છે કે પાર્ટી કોઈ નિર્ણય લેતી નથી અને નારાજગી હોય તો તેમાં કોઈ પાર્ટી થોડી છોડે, જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ કે, હું પાર્ટી છોડવાની કોઈ વાત નથી. પરંતુ હું કોંગ્રેસ પાર્ટીમાં જ રહેવાનો છું. 


વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત


તેમણે ઉમેર્યું હતું કે, અમો પૂર્વ ધારાસભ્યોએ એક બે દિવસમાં સૌરાષ્ટ્ર ખાતે એક બેઠક બોલાવેલ છે. તે બેઠક પૂર્વે ધારાસભ્યો મોવડી મંડળ સમક્ષ અમારી માંગ મુકવાના છીએ, અને અમો પાર્ટીથી કોઈ નારાજ નથી અને ભવિષ્યમાં પણ પાર્ટી છોડવાનો નથી. અમારી વાત પાર્ટીના નાના કાર્યકર્તાઓનો અવાજ અને પાર્ટી સુધી પહોંચવાડવાનો છે, સાથે જ પક્ષ વિરુદ્ધ જે કામગીરી કરે તેને દૂર કરવા જોઈએ. આવતા દિવસોમાં પાર્ટીના હાઇકમાન્ડને મળશે. 


SBI Recruitment 2023: ભારતીય સ્ટેટ બેંકમાં થઈ રહી છે બમ્પર ભરતી, જોજો રહી ના જતા


કોંગ્રેસના આંતરીક જૂથવાદ પર જગદીશ ઠાકોરે કહ્યું કે, કેટલાક મિત્રોને મીડિયામાં વાત કરવાની ટેવ પડી છે. કોઈને પણ કંઈ પણ તકલીફ હોય તો સામે આવે. કોંગ્રેસના કેટલાક મિત્રો મીડિયા થકી વાત કરે છે. તો નારાજગી અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, કોંગ્રેસમાં ઝડપી નિર્ણય ના થતા નારાજગી છે. અમે લેખિતમાં આપ્યા બાદ પણ કાર્યવાહી નથી થતી. પક્ષ વિરોધીઓ સામે ઝડપથી કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.