ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને લઈને સ્થિતિ બગડી રહી છે. જ્યાં રિકવર રેટ વધુ છે, ત્યાં કોરોનાના આંકડા પણ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કેસ પર અંકુશ નથી. આવામાં વિપક્ષે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસે ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, દેશ અને વિશ્વમાં કોરોનાને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં બેકાબૂ બની છે. તો સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાતમાં 20 હજાર કરતાં વધારે કેસ અને ૧૨૦૦ કરતાં વધારે મોત ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ૧૦૦૦ કરતાં વધારે એટલે કે ૮૫ ટકા મોત છે. WHO એ જાન્યુઆરી માસમાં સરકારને ચેતવી હતી. કેન્દ્ર સરકારે રાજ્યસરકારને પણ ચેતવી હતી. જાન્યુઆરીથી જુન સુધી સરકારે શુ તૈયારી કરી એ જનતા જાણવા માંગે છે. અમદાવાદમાં ટેસ્ટ ઓછા હતા અને વિજય નહેરાએ ટેસ્ટ વધાર્યા. જોકે તેમને પણ સરકારના દબાણ હેઠળ ટેસ્ટ ઓછા કરાયા છે. ટ્રમ્પ પણ કહે છે કે જો ભારતમાં પણ ટેસ્ટ વધારવામાં આવે તો આંકડો અમેરિકાથી આગળ નીકળી જાય. સૌથી વધારે મૃત્યુ દર 6.26 ટકા ગુજરાતમાં છે અને કેમ ગુજરાતમાં મૃત્યુદર વધારે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછે છે. ગુજરાત સરકારે પ્રજાની ચિંતા ન કરી, પણ હાઇકોર્ટ દરકાર કરી સરકારને આડે હાથ લીધી. કોરોના મુદ્દે સરકાર શુ છુપાવે છે તે તાત્કાલિક જાહેર કરે. ગુજરાતની જનતાને મરવા માટે ભગવાન ભરોસે છોડી દીધી છે તો આટલા મોટા લોકડાઉનની શુ જરૂર હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પ્રથમ IAS અધિકારી કોરોના સંક્રમિત, હરીત શુક્લાનો રિપોર્ટ પોઝિટિવ