Gujarat congress reaction on rajkot fire case :રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાજકોટમાં અતિશય કરૂણ ઘટના બની. સાચો આંકડો તો સામે આવશે. પણ અમારી પાસે માહિતી મળી તેમાં 30 લોકોના મોત થયા છે. માણસના જીવની કોઈ કિંમત ન હોઈ શકે. કોઈ પણ SIT થયેલા નુકસાનની ભરપાઈ ન કરી શકે,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ TRP ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડાની સંયુક્ત પત્રકાર યોજાઈ હતી. જેમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, અતિશય કરુણ ઘટના રાજકોટમાં બની છે. ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે મોત થયા છે. સાચો આંકડો તો સામે આવશે પણ મને માહિતી મળી તેમાં 30 વ્યક્તિઓના મોત થયા છે. મોતનો મલાજો પણ જાળવવો પડશે. માણસના જીવની કોઈ કિંમત ન હોઈ શકે. કોઈ પણ SIT થયેલા નુકસાનની ભરપાઈ ન કરી શકે. એકાદ ઘટના બને તો પાઠ લેવો જોઈએ, પણ મને દુઃખ છે. અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ, બંધારણ મુજબ ચૂંટાયેલી સરકારની જવાબદારી છે. સુરતના તક્ષશિલા આગકાંડમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી. તક્ષશિલા કાંડના મૃતકોના પરિવારજનો ચોધાર આંસુએ રડે છે અને કહે છે કે રાજકોટની ઘટનામાં મૃતકોના પરિવારજનોને ન્યાય મળે. મોરબી દુર્ઘટનામાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા. વડોદરામાં પણ બોટ દુર્ઘટનામાં પણ લાઈફ જેકેટ નહિ. નાના બાળકો શિકાર બન્યા. પાલનપુરમાં નિર્માનાધિન બ્રિજ પડે અને ગરીબ પરિવારના લોકો મોતને ભેટે. આ બ્રિજની કંપનીને બ્લેક લિસ્ટ કરી અને ભંડોળ આપતા ફરી એ જ કંપનીને કામ સોંપ્યું. કોઈ પણ બાંધકામો લીગલ હોઈ તો પણ હપ્તા આપો તો જ મંજૂરી મળે.


સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો


તેમણે આગળ કહ્યું કે, સરકારી અધિકારીઓના નામ FIRમાં નામ દાખલ કરો. પૂર્વ મેયર પ્રદીપ ડવ પણ TRP એરેનામાં ગયા હોવાના ફોટો છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના BJP ટીમના નેતાઓ ગયા હોવાના પણ ફોટા છે. સરકારી અધિકારીઓ પણ ત્યાં ગયા હોવાના ફોટા છે. મોટા અધિકારીઓ ત્યાં જતા હોય અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કેવી રીતે કરી શકો. સારી કામગીરી કરનારા અધિકારીઓને સાઈડ પોસ્ટ આપી બેસાડી દેવામાં આવે છે. સારી કામગીરી કરનારા અધિકારીઓને સાઈડ પોસ્ટ આપી બેસાડી દેવામાં આવે છે. FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ દાખલ કરવામાં આવે તેવી માંગ છે. અધિકારીઓ સરકારના સેવક છે ભાજપના નહિ. 


કોઈનો જીગરનો ટુકડો, કોઈના વ્હાલસોયા... ગેમ રમવા ગયા હતા ને કફન વીંટાળી પરત ફર્યાં