નચિકેત મહેતા/ખેડા :ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ના દિગ્ગજ નેતા અમિત ચાવડા (Amit Chavda) આજે ખેડા જિલ્લાની મુલાકાતે હતા. ત્યારે એક કાર્યક્રમમાં એન્ટ્રી કરતા સમયે તેઓ લપસી પડ્યા હતા. એક પગથિયુ ચૂકી જતા કોંગ્રેસ નેતા અમિત ચાવડા ધબાક કરીને નીચે પડ્યા હતા. જોકે, તેમનો આ વીડિયો (Video) ચર્ચાનો વિષય બન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડા જિલ્લાના ડાકોર ખાતે કૉંગ્રેસના કાર્યક્રમમાં અમિત ચાવડા હાજરી આપવા આવ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. ડાકોર ખાતે નવજીવન પાર્ટી પ્લોટમાં કોંગ્રેસના સરપંચોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાજરી આપી હતી. અમિત ચાવડા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા માટે આવ્યા હતા. ત્યારે પાર્ટી પ્લોટમાં એન્ટર થતા જ અમિત ચાવડા પગથિયું ઉતરતા લપસી પડ્યા.



અચાનક લપસી પડેલા અમિત ચાવડાને પાસે ચાલી રહેલા પરેશ ધાનાણીએ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે.