Gujarat Congress : ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંનેએ કમર કસી છે. લોકસભામાં એક બેઠક પર જીત બાદ ગુજરાત કોંગ્રેસને આશા જાગી છે. ત્યરાર 72 નગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે કામગીરી શરૂ કરી છે. 72 નગરપાલિકા માટે કોંગ્રેસ પક્ષના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રભારીની નિમણૂંક કરી છે. 72 નગરપાલિકા માટે પ્રભારી તરીકે સોંપાયેલ જવાબદારીમાં વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરાયો છે. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રની-32, ઉત્તર ગુજરાતની-16, મધ્ય ગુજરાતની-19 અને દક્ષિણ ગુજરાતની-5 નગરપાલિકાની નજીકના સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે. નગરપાલિકાની આગામી ચૂંટણી માટે પ્રથમ વખત સંગઠનના નગરપાલિકા વિસ્તારના સંગઠન પ્રમુખ અને વિવિધ પદાધિકારીઓ સાથે  મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં નગરપાલિકા સહિતની આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ વિવિધ સેલ-ડીપાર્ટમેન્ટ-પક્ષના સંગઠન સાથે સંકલન કરી રહ્યા છે. 


સડસટાડ દોડશે સૌરાષ્ટ્રના આ શહેરનો વિકાસ, સરકારે નાગરિકોને આપી મોટી ભેટ


આ બેઠકના અંતે કોંગ્રેસ દ્વારા પોતાના વરિષ્ઠ નેતાઓને અલગ અલગ નગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર જેઓની જવાબદારી સંગઠન પ્રભારી તરીકેની છ.ે અનુભવી અને યુવાનો બન્નેના સમન્વય સાથે નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે જવાબદારી સોંપી છે. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતના આગેવોને વિશેષ જવાબદારી સોંપાઈ છે.


  • હારીજ નગરપાલિકા - ધારાસભ્ય અમૃતજી ઠાકોર

  • ચામસ્મા નગરપાલિકા - કિરીટ પટેલ

  • ઉપલેટા - મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા

  • ચોરવાડ નગરપાલિકા - યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માનસિંહ ડોડીયા

  • દ્વારકા નગરપાલિકા - કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયા

  • ભચાઉ નગરપાલિકા - પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચા

  • જેતપુર પાવાગઢ- પ્રવીણ મુછડીયા

  • જામજોધપુર - દિનેશ પરમાર

  • રાણાવાવ - બાબુભાઈ વાજા

  • વિસાવદર - ભીખાભાઈ જોશી

  • લાઠી - પ્રવિણભાઈ જોશી

  • શિહોર - કનુભાઈ બારૈયા

  • બાવળા - પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર

  • સંતરામપુર - વજેસિંહ પણદા

  • છોટાઉદેપુર - ભીખાભાઈ રબારી

  • કરમસદ - ભરતભાઈ મકવાણા

  • પારડી નગરપાલિકા - પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ 


નવી મહામારીની એન્ટ્રી! ભેદી વાયરસથી 15 લોકોના મોત : સરકાર પણ ચોંકી ગઈ, આવે છે તાવ