શક્તિસિંહનું નેતાઓની ઘરવાપસીનું અભિયાન પહેલા જ દિવસે ફેલ, આ દિગ્ગજ નેતાને ભાજપમાં જતા ન રોકી શક્યા
Govabhari Rabari Joins BJP : લોકસભાની ચૂંટણી પહેલાં બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો... પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કેસરિયો ધારણ કર્યો.... સી.આર.પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં કરાવ્યો પ્રવેશ...
Shaktisinh Gohil : ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહેલા શક્તસિંહ ગોહિલ સામે અનેક ચેલેન્જ છે. આજે શક્તિસિંહ ગોહિલ પદભાર સંભાળશે. આ પહેલા તેઓએ ગઈકાલે પદયાત્રા કરીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ કહ્યુ હતું કે, . જે લોકો જુદા જુદા કારણોથી કોંગ્રેસ છોડીને ગયા છે, એ સૌને ખુલ્લા મને આવકારું છું. પરંતુ શક્તિસિંહ ગોહિલને પહેલા જ દિવસે મોટો પડકાર આવ્યો છે. 35 વર્ષ ઉત્તર ગુજરાતમાં દબદબો ધરાવતા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ રબારીએ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપને વ્હાલુ કર્યું છે. ત્યારે શક્તિસહિંનું નેતાઓની ઘરવાપસીનું અભિયાન પહેલા જ દિવસે ફેલ ગયેલું દેખાય છે. શક્તિસિંહ ગોહિલ સામે સૌથી મોટો પડકાર પોતાના નેતાઓને સાચવવાનો છે અને પક્ષપલટો રોકવાનો છે.
કોંગ્રેસ છોડીને ગયેલા લોકોને ખુલ્લા મને આવકારું છું
ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં શક્તસિંહ ગોહિલે કહ્યું હતું કે, જ્યાં સૂચનો કરવાની જરૂર હોય ત્યાં સૂચન કરજો. ટીકા કરવાની હોય ત્યાં તથ્ય સાથે ટીકા કરજો. તમામ નેતાઓને અલગ અલગ કાર્યક્રમ નક્કી હોવા છતાં તેમ છતાં સૌએ પોતાની અનુકૂળતા કરી મને પ્રેમ આપ્યો એ માટે સૌનો આભાર. ગુજરાતના લોકો સમક્ષ સકારાત્મક એજન્ડા લઈને જઈશું. જે લોકો જુદા જુદા કારણોથી કોંગ્રેસ છોડીને ગયા છે, એ સૌને ખુલ્લા મને આવકારું છું. આપણો જ પક્ષ છે, એક વિચારધારાથી આગળ વધીશું. સમાજના જે લોકો કોંગ્રેસમાં આવવા ઇચ્છતા હોય એવા સૌને આવકારવા તૈયાર છું.
35 વર્ષ કોંગ્રેસને વફાદાર રહેલા આ દિગ્ગજ નેતાએ કર્યો પક્ષપલટો, ભાજપે પાડ્યો મોટો ખેલ
ગોવા રબારી દીકરા સંજય રબારી સાથે ભાજપમાં જોડાયા
ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ભાજપમાં જોડાયા છે. સી. આર. પાટીલના હસ્તે ખેસ પહેરી ગોવા રબારીએ કેસરિયા કર્યા. ડીસા માર્કેટયાર્ડમાં આયોજિત કાર્યક્રમમાં ગોવા રબારી ભાજપમાં જોડાયા. ગોવા રબારીએ બનાસકાંઠા ભાજપના સીનિયર નેતા અને સાંસદ પરબત પટેલને ગળે મળી આશીર્વાદ લીધા હતા. ગોવા રબારીની સાથે તેમના સમર્થકોએ ભાજપનો સાથ પસંદ કર્યો. આમ, લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. ગોવા રબારીના પુત્ર સંજય રબારી સાથે ભાજપમાં જોડાયા છે. તો સાથે જ લાખણી કોંગ્રેસ તાલુકા પચાયત પૂર્વ પ્રમુખ, મહેશ દવે સહિત અનેક કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા. દાયકાઓથી કોંગ્રેસને વફાદાર રહેલા ગોવા રબારીએ મત વિસ્તારના કામ ન થતા હોવાનું કારણ આપી કોંગ્રેસ છોડ્યું હતું. ગોવા રબારીના ભાજપમાં જોડાવાથી ઉત્તર ગુજરાતમાં પક્ષ મજબૂત બનશે. ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, અને બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે પ્રયાસ કર્યો હતો.
અમદાવાદના આ 27 રોડ આવતીકાલે 20 જુને બંધ રહેશે, રથયાત્રાને કારણે અપાયું ડાયવર્ઝન
મારી સામે પક્ષને વધુ મજબૂત કરવાનો પડકાર છે
પદગ્રહણ કર્યા બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, લોકોને મુશ્કેલી ન પડે એ માટે આજે અમે રવિવારે રેલીનું આયોજન કર્યું હતું. હું આવતીકાલથી મારી કામગીરી શરૂ કરીશ. આવતીકાલે રાહુલગાંધી ૉનો જન્મદિવસ હોવાથી આવતીકાલે જગદીશ ઠાકોર પાસેથી ચાર્જ લીધો અને જગન્નાથજી મંદિરે દર્શને જઈશ. આજે મારું કોઈ શક્તિ પ્રદર્શન ન હતું, પણ ગુજરાતની પ્રજાનો પ્રેમ દર્શન હતો. મારી સામે પક્ષને મજબૂત કરવાનો પડકાર છે એવા સૌથી વધુ પ્રશ્નો કરાયા. ગાંધીજીના આશીર્વાદને માથે રાખી ગુજરાતની જનતાના ભરોસે આગળ વધીશ. મુઠ્ઠીભર લોકો માલામાલ ન થાય અને સર્વગ્રાહી સૌનો વિકાસ એ જરૂરી છે.
JEE Advanced 2023 માં ટોપર બન્યા આ સુરતી, ગુજરાતનું નામ રોશન કર્યું
કોંગ્રેસમાં એકતાનો સંકેત આપ્યો
ગઈકાલે શક્તિસિંહ ગોહિલે પદયાત્રા યોજી હતી. ગાંધી આશ્રમથી કોંગ્રેસ કાર્યાલય સુધી પગપાળા રેલી યોજીને શક્તિસિંહે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. તો સાથે જ શક્તિસિંહ ગોહિલ સાથે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષ નેતા સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહિત તમામ નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આમ, કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો.
કોંગ્રેસે ફરી કાચુ કાપ્યું : આ કારણે શક્તિસંહ ગોહિલે રવિવારે ચાર્જ ન સંભાળ્યો