કોંગ્રેસે ફરી કાચુ કાપ્યું : રાહુલ ગાંધીનો જન્મદિન નહિ, પણ આ કારણે શક્તિસંહ ગોહિલે રવિવારે ચાર્જ ન સંભાળ્યો
Shaktisinh Gohil : શક્તિસિંહ ગોહિલ આજે પ્રદેશ કોંગ્રસ પ્રમુખનો આ કારણે ન સંભાળ્યો કાર્યભાર... ગુજરાત કોંગ્રેસનું વધુ એક પ્લાનિંગ ફેલ ગયુ
Gujarat Congress : નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ ગઈકાલે રવિવારે નવો ચાર્જ સંભાળવાના હતા. પરંતુ બાદમાં તે કેન્સલ કરાયુ હતું. જેમાં તેઓએ એવુ જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીનો સોમવારે 18 જુનના રોજ જન્મદિવસ હોઈ તેઓ આ દિવસે જ ચાર્જ લેશે. પરંતુ હવે શક્તિસિંહ ગોહિલના રવિવારે ચાર્જ ન લેવાની સાચી માહિતી સામે આવી ગઈ છે. કોંગ્રેસે અહી પણ કાચુ કાપ્યુ હતું. ગાંધી આશ્રમથી નીકળ્યા બાદ ખબર પડી કે, આજે તો અમાસ છે. તેથી છેલ્લી ઘડીએ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદનો ચાર્જ લેવાનુ ટાળ્યુ હતું.
ગુજરાત કોંગ્રેસ પ્લાનિંગ કરવામાં સતત નિષ્ફળ જઈ રહી છે. આ જ કારણ છે કે, તે લોકોની વચ્ચે જગ્યા બનાવવામાં ફેલ ગયુ છે. વિધાનસભા મોરચે ફેલ ગયા બાદ હવે ગુજરાત કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. શક્તિસિંહ ગોહિલ ગઈકાલે રવિવારે નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળવાના હતા. આ માટે રંગેચંગે પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રા તો નીકળી, પરંતુ શક્તિસિંહ ગોહિલે ચાર્જ ન સંભાળ્યો. તેઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આ વાત કહી હતી. પરંતુ બાદમાં સામે આવ્યું કે, અમાસ હોવાથી શક્તિસિંહ ગોહિલે પદભાર ન સંભાળ્યો.
Weather Update : આજે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
બધાને જ આશ્ચર્ય લાગ્યુ હતું કે, પદયાત્રા બાદ શક્તિસિંહે ચાર્જ કેમ ન સંભાળ્યો. અચાનક કેમ જાહેરાત કરવામાં આવી કે, તેઓ આજે ચાર્જ નહિ સંભાળા. પરંતુ પદયાત્રા કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પહોંચેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને અચાનક જાણ થઈ કે, આજે અમાસ છે. આ કારણોસર તેઓએ છેલ્લી ઘડીએ ચાર્જ લેવાનુ ટાળ્યુ હતું. આજે સોમવારે તેઓ જગન્નાથ મંદિરમાં દર્શન કરીને ચાર્જ સંભાળશે.
ગુજરાતના આ શહેરમાં પનીર ખાતા પહેલા સાવધાન, નકલી પનીર સરેઆમ વેચાતુ હતું
હવે IELTS વગર પણ કેનેડા જઇ શકાય છે, કેનેડા સરકારે આ ટેસ્ટને આપી મંજૂરી
મારી સામે પક્ષને વધુ મજબૂત કરવાનો પડકાર છે
પદગ્રહણ કર્યા બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, લોકોને મુશ્કેલી ન પડે એ માટે આજે અમે રવિવારે રેલીનું આયોજન કર્યું હતું. હું આવતીકાલથી મારી કામગીરી શરૂ કરીશ. આવતીકાલે રાહુલગાંધી ૉનો જન્મદિવસ હોવાથી આવતીકાલે જગદીશ ઠાકોર પાસેથી ચાર્જ લીધો અને જગન્નાથજી મંદિરે દર્શને જઈશ. આજે મારું કોઈ શક્તિ પ્રદર્શન ન હતું, પણ ગુજરાતની પ્રજાનો પ્રેમ દર્શન હતો. મારી સામે પક્ષને મજબૂત કરવાનો પડકાર છે એવા સૌથી વધુ પ્રશ્નો કરાયા. ગાંધીજીના આશીર્વાદને માથે રાખી ગુજરાતની જનતાના ભરોસે આગળ વધીશ. મુઠ્ઠીભર લોકો માલામાલ ન થાય અને સર્વગ્રાહી સૌનો વિકાસ એ જરૂરી છે.
અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર વધુ એક સંકટ માટે તૈયાર રહો, રણ તરફથી આવશે આ આફત
ટીકા કરવાની હોય ત્યાં તથ્ય સાથે ટીકા કરજો
શક્તસિંહ ગોહિલે કહ્યું કે, જ્યાં સૂચનો કરવાની જરૂર હોય ત્યાં સૂચન કરજો. ટીકા કરવાની હોય ત્યાં તથ્ય સાથે ટીકા કરજો. તમામ નેતાઓને અલગ અલગ કાર્યક્રમ નક્કી હોવા છતાં તેમ છતાં સૌએ પોતાની અનુકૂળતા કરી મને પ્રેમ આપ્યો એ માટે સૌનો આભાર. ગુજરાતના લોકો સમક્ષ સકારાત્મક એજન્ડા લઈને જઈશું. જે લોકો જુદા જુદા કારણોથી કોંગ્રેસ છોડીને ગયા છે, એ સૌને ખુલ્લા મને આવકારું છું. આપણો જ પક્ષ છે, એક વિચારધારાથી આગળ વધીશું. સમાજના જે લોકો કોંગ્રેસમાં આવવા ઇચ્છતા હોય એવા સૌને આવકારવા તૈયાર છું.
ગુજરાતી યુવક પાર્થ પટેલની અમેરિકામાં ધરપકડ, માતા છે ભાજપના પૂર્વ ધારાસભ્ય