અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યાના અહેવાલોને ફગાવ્યા બાદ હવે તેમના અમેરિકા પ્રવાસ રદ થવા પર અટકળો થઈ રહી છે. જેના પર ભરતસિંહ સોલંકીએ કહ્યું કે તેમણે નેવાર્કમાં ખરાબ હવામાનના કારણે અમેરિકા પ્રવાસ ટાળ્યો છે. હકીકતમાં એવી અટકળો હતી કે 2019ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોલંકી(65)ની જગ્યાએ કોઈ યુવા નેતાને નેતૃત્વમાં લાવી શકાય છે. આ અટકળો વચ્ચે આ ઘટનાક્રમ જોવા મળ્યો. સોલંકીએ  રાતે ટ્વિટર પર લખ્યું હતું કે તેઓ બે સપ્તાહ માટે અમેરિકા જઈ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ, બુધવારે સવારે પાછી એક ટ્વિટ કરીને લખ્યું કે નેવાર્ક અને તેની આજુબાજુ ભારે બરફવર્ષાના કારણે બધી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે આથી મેં મારો અમેરિકા પ્રવાસ ટાળવાનું નક્કી કર્યુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગુજરાત પ્રદેશ પ્રમુખ સોલંકીએ 19 માર્ચના રોજ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા બાદ રાજીનામું આપવાની વાત કરી હતી. જો કે સોલંકીએ રાજ્યસભા સીટ ન મળવાના પગલે રાજીનામાની રજુઆતના અહેવાલોને ફગાવ્યા હતાં. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે '2019ની લોકસભાની ચૂંટણીમાં નેતૃત્વ કરનારા નવા પ્રદેશ પ્રમુખની શોધ ચાલુ છે.'



નવા પ્રદેશ પ્રમુખ એક યુવા નેતા અને પ્રદેશના અનેક નેતાઓ આ પદને  લઈને ઈચ્છુક છે. જો કે સોલંકી પાસેથી આ મુદ્દે ટિપ્પણીનો જવાબ જાણી શકાયો નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ પદ માટે ઓબીસી નેતા તથા ધારાસભ્ય અલ્પેશ ઠાકુરનું નામ પણ ચર્ચામાં છે. સોલંકીએ બે દિવસ પહેલા આ પ્રકારની અફવાઓ પર પૂર્ણવિરામ લગાવ્યું હતું કે રાજ્યસભામાં ટિકિટ નહીં આપવાના કારણે તેમણે પદેથી રાજીનામું આપ્યું છે.


સોલંકીએ એ વાતનો પણ ઈન્કાર કર્યો હતો કે તેઓ કોંગ્રેસથી નાખુશ છે અને પાર્ટીએ ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારો પસંદ કર્યા છે. તેમણે કહ્યું કે હું પાર્ટીનો એક યોદ્ધા છું અને મને જે કહેવાશે તે કરીશ. સોલંકી ડિસેમ્બર 2015માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા હતાં.