• રાજીનામા અંગે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, મેં રાજીનામુ આપ્યું છે, સ્વીકારવું કે નહીં એ પાર્ટીએ જોવાનું છે

  • તામ્રધ્વજ સાહુએ કહ્યું કે, ચૂંટણીમાં ટિકિટ તમામને નથી મળતી, નારાજગી વ્યક્ત કરવાથી કંઈ મળતું નથી


અતુલ તિવારી/ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યા બાદ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (imran khedawala) આજે ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને રાજીનામું આપશે. તેમણે વિધાનસભા અધ્યક્ષને મળવાનો સમય માંગ્યો છે. ખેડાવાલાએ અમિત ચાવડાને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસમાં કકળાટનો દોર શરૂ થયો છે. જેથી ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ તામ્રધ્વજ સાહુ ગુજરાત દોડી આવ્યા છે. ચૂંટણી સમયે સપાટી પર આવેલા કકળાટને ડામવા હાઈકમાન્ડે ચૂંટણી ઇન્ચાર્જને દોડાવ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી, સંગઠનમાં કકળાટ અને રોજ પડતા રાજીનામાના પગલે સાહુ ગુજરાતમાં આવી પહોંચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નારાજગી વ્યક્ત કરવાથી કંઈ મળતુ નથી - તામ્રધ્વજ સાહુ 
કોંગ્રેસમાં નારાજગીના ચાલી રહેલા દોર વિશે તામ્રધ્વજ સાહુ (tamradhwaj sahu) એ કહ્યું કે, હાલ જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણીઓ છે તેની ચર્ચા કરવા આવ્યા છીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે બેઠક કરીશું, બાદમાં પ્રચાર હાથ ધરવામાં આવશે. કોંગ્રેસ મોટી પાર્ટી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મહત્વ છે. ચૂંટણીમાં ટિકિટ તમામને નથી મળતી, નારાજગી વ્યક્ત કરવાથી કંઈ મળતું નથી. ક્યાંય ચૂક થઈ હોય તો વર્તમાનમાં સુધાર કરવાની જરૂર હોય છે. ચૂંટણીઓ આગામી 5 વર્ષમાં ફરી આવે છે. નારાજગીઓ મામલે ચર્ચા કરીશું, આનો ઉકેલ લાવવો જરૂરી છે. ટિકિટ પૈસા આપીને વેચવામાં આવે છે તે મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવશે. આ હકીકત સામે આવવી જરૂરી છે. 


આ પણ વાંચો : 21 વર્ષે ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરનાર મનીષાએ કહ્યું, સમય આવી ગયો છે કે યુવા સક્રિય રાજકારણમાં આવે


મેં રાજીનામુ આપ્યું, એ સ્વીકારવું કે નહિ એ પાર્ટીએ જોવાનું રહ્યું 
ત્યારે રાજીનામા અંગે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, મેં રાજીનામુ આપ્યું છે, સ્વીકારવું કે નહીં એ પાર્ટીએ જોવાનું છે. પક્ષને નુકસાન ન થાય તે માટે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. મેન્ડેટને પગલે કાર્યકરોમાં ખોટો મેસેજ મેસેજ જાય છે. ધારાસભ્ય તરીકે રાજીનામુ પ્રદેશ પ્રમુખને આપ્યું છે. પક્ષે 4 ને મેન્ડેડ આપ્યું હતું, પછી અન્ય બે ને બપોરે બે વાગે મેન્ડેડ આપ્યું એને લઈને નારાજગી હતી. સીટીંગ કોર્પોરેટરને કાપીને બીજાને જોડ્યા છે. જેને લઈને કાર્યકરો સહિત મારી પણ નારાજગી છે. એટલે જ મેં રાજીનામુ આપ્યું છે. મેં રાજીનામુ પાછું ખેંચ્યું નથી, મારા તરફથી રાજીનામું આપ્યું છે. આ અંગે મને અમિત ચાવડાએ કહ્યું કે, ઉતાવળ ના કરો, એ કહેશે પછી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપીશ. તામ્રધ્વજ સાહુને મળીને રજુઆત કરીશ, હજુ સમય લેવાનો બાકી છે. 


આ પણ વાંચો : પાટીદાર અને કોંગ્રેસનું રાજકીય યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું, જીજ્ઞેશ મેવાસાએ આપ્યું રાજીનામુ


ઈમરાન ખેડાવાલા કેમ નારાજ 
બહેરામપુરા વોર્ડના ઉમેદવારોને લઈને ઈમરાન ખેડાવાલા નારાજ છે. ઈમરાન ખેડાવાલાને કોંગ્રેસે 4 ઉમેદવારોના મેન્ડેટ આપ્યા હતા. કમરૂદીન પઠાણ, તસ્લીમ આલમ તિરમીઝી, કમલા ચાવડા, નજમા શેખના મેન્ડેટ ઈમરાનને અપાયા હતા. જો કે આ સિવાય કોંગ્રેસે બે ઉમેદવારોને વધુ મેન્ડેટ આપી દીધા. બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસે કુલ 6 ઉમેદવારોને મેન્ડેટ આપી દીધા. ઈમરાન ખેડાવાલાનું કહેવું છે કે જ્યારે મને 4 ઉમેદવારોના મેન્ડેટ આપી દીધા તો બીજા બે ઉમેદવારોને પાર્ટીએ મેન્ડેટ કેમ આપ્યા. રફીક શેખ અને શાહજહાં અંસારીને મેન્ડેટ કોંગ્રેસે આપતા ઈમરાન ખેડાવાલાએ વિરોધ દર્શાવ્યો છે. 


આ પણ વાંચો : ચૂંટણીમાં એક-એક મિનીટ મહત્વની, ત્યારે આજે કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે તેના પર સૌની નજર



ઈમરાન ખાને રાજીનામું આપ્યું, તો કોઈના પેટનું પાણી ન હલ્યું 
ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા રાજીનામું આપવા ગયા ત્યારે અંદરનો સીન ગજબનો હતો. કોંગી ધારાસભ્યની લાચારી તેમાં દેખાઈ આવી હતી. કોંગ્રેસની નેતાગીરી ખાવામાં વ્યસ્ત હતી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા રાજીનામું લઈને રીતસર ઊભા હતા. જૂથબંધીમાં તૂટી ગયેલી ગુજરાત કોંગ્રેસનો અંદરનો સીન જોવા જેવો હતો. અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠકના ધારાસભ્ય જ્યારે કોંગ્રેસ નેતાગીરીને પોતાનું રાજીનામું આપવા ગયા ત્યારે કોઈના પેટનું પાણી પણ ના હલ્યું. નેતાગીરી ખાવામાં વ્યસ્ત રહી અને લાચાર ધારાસભ્ય તેમની બાજુમાં ઊભા રહ્યા. કોંગ્રેસના દુખી ધારાસભ્યની હાલત જોવા જેવી બની હતી. શહેરોમાં કોંગ્રેસ કેમ નથી જીતી શકતી તેનો આ પુરાવો હતો. 


આ પણ વાંચો : PAAS ના નેતાઓએ કોંગ્રેસ સામે બંડ પોકાર્યો, પણ હાર્દિક પટેલ કેમ ચૂપ છે?