Loksabha Election : ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી કોંગ્રેસના સ્ટેજ સંભાળનાર અને કોંગ્રેસના કદાવર નેતા તરીકે ઓળખાવનારને હવે ગુજરાતમાં ભાજપનો ડર લાગી રહ્યો છે. ભાજપે ગુજરાતને કોંગ્રેસમુક્ત કરવાના સપનાંમાં કોગ્રેસમાંથી 60 હજાર કાર્યકરો અને 300 નેતાઓને ભાજપમાં જોડી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી દીધા છે. હવે કોંગ્રેસને કદાવર નેતા મળી રહ્યાં નથી. જેઓ નેતાઓ કહેવાય છે એમને ગુજરાતમાં ચૂંટણી લડવી નથી. જેને પગલે કોંગ્રેસને ગુજરાતમાં લોકસભા માટે માંડ માંડ ઉમેદવાર મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસે ગુજરાતની 3 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીક મકવાણા, જૂનાગઢ બેઠકથી હીરાભાઈ જોટવાને ટિકિટ મળી છે તો વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર થયું છે. પરંતું જાણે કોંગ્રેસે આ ત્રણ બેઠકો સામે ચાલીને ભાજપને ભેટ ધરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કોંગ્રેસ હારેલા ઉમેદવાર પર ફરીથી બાજી લગાવવા નીકળ્યું છે. આ ત્રણેય ઉમેદવારો ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. જેઓ પોતાનું ઘર નથી સાચવી શક્યા એ લોકસભાની બેઠક કેવી રીતે સાચવશે એ સૌથી મોટો સવાલ છે પણ કોંગ્રેસ પાસે ઓપ્શન પણ નથી. ફંડની કમી મહેસૂસ કરી રહેલી કોંગ્રેસમાંથી ઉમેદવાર બની અહીં રૂપિયા ખર્ચવા હવે કોંગ્રેસીઓ નનૈયો ભણી રહ્યાં છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ, વિધાનસભા ન જીતી શકનાર લોકસભાના ઉમેદવાર
- 3 દાયકાથી કોંગ્રેસના સ્ટેજ શોભાવનારને નથી લડવી ચૂંટણી, ભાજપનો લાગે છે ફફડાટ
- લોકસભા બાદ પણ કોંગ્રેસના આ નેતાઓ પદના નામે લાભો લેશે પણ લડવા નથી તૈયાર
-  કોંગ્રીસઓના જૂથવાદમાં  300 નેતાઓ અને 60 હજાર કાર્યકરો ભાજપ ભેગા થઈ ગયા 
- 4 બેઠકો પર તો કોંગ્રેસને નથી મળી રહ્યાં ઉમેદવાર, કોંગ્રેસ ફક્ત ભાજપને હેટ્રિક ફટકારતાં લોકસભામાં રોકે તો પણ જીતી જશે
- સારી બાબત એ પણ છે કે કોંગ્રેસના કદાવર નેતાઓની ના ના વચ્ચે આ 3 ઉમેદવારો પૈસા અને આબરૂનું પાણી કરવા થયા તૈયાર 

કોંગ્રેસે ગઈકાલે જાહેર કરેલા ત્રણેય ઉમેદવારો વિધાનસભામાં હારી ચૂક્યા છે, તેમ છતાં કોંગ્રેસે ત્રણેય ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા છે. ત્રણેય ઉમેદવારોની વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર ઋત્વિક મકવાણા જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જ્યારે જૂનાગઢ બેઠક પર જાહેર કરાયેલા હીરાભાઈ જોટવા કેશોદ સીટ પરથી ગત વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. તેવી જ રીતે વડોદરા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર પણ પાદરા સીટ પર ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ હતી.


All Is Well? ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરીને રૂપાલાએ પ્રચારના શ્રીગણેશ કર્યા


ઋત્વિક મકવાણા ત્રિપાંખિયા જંગમાં હાર્યા હતા 
ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ વર્ષોથી શિક્ષણ રાજકારણ સાથે સંકળાયેલા છે. ઋત્વિકભાઈ મકવાણા હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવાદળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તળપદા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે. ઋત્વિકભાઈ મકવાણા પ્રથમ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમણે 2017માં વિજય બાદ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં પરાજય મેળવ્યો હતો.


પોલીસ કમિશનર વગરનું સુરત શહેર બન્યું રક્તરંજિત, છેલ્લા 4 દિવસમાં 8 લોકોની થઈ હત્યા