ગુજરાત કોંગ્રેસનું કોકડું હવે કઈ 14 બેઠકો પર ગૂંચવાયું, જાણો મૂંઝવણ પાછળ શું છે કારણો?
કોંગ્રેસે હજીપણ 14 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય, દ્વારકા, કોડીનાર, તાલાલા, ગારીયાધાર, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, બોટાદ, જંબુસર, ભરૂચ, ધરમપુર.
Gujarat Election 2022: ગૌરવ પટેલ/અદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 166 ઉમેદવારોને જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે. પરંતુ કોંગ્રેસમાં હજું કેટલીક એવી બેઠકો છે, જ્યાં હજું પેચ ફસાયેલો છે. કોંગ્રેસે પ્રથમ તબક્કાની હજીપણ 14 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય, દ્વારકા, કોડીનાર, તાલાલા, ગારીયાધાર, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, બોટાદ, જંબુસર, ભરૂચ, ધરમપુરમાં પોતાના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.
કોંગ્રેસે પ્રથમ તબક્કાની હજીપણ 14 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ધ્રાંગધ્રામાં છત્રસિંહ ઠાકોર અને નટુજી ઠાકોરમાં પેજ અટવાયો છે. મોરબીમાં કિશોર ચીખલીયા અને જયંતિ જેરાજ પટેલ વચ્ચે કસાકસી છે. રાજકોટ પશ્ચિમમાં મનસુખ કાલરીયા અને ગોપાલ અનડગઢને લઈને મૂંઝવણ છે. જામનગર ગ્રામ્યમાં કાસમ ખફી અથવા તો હકુભા સંદર્ભે નિર્ણય બાકી છે. દ્વારકામાં મુળુ કંડોરિયા અંગે કોંગ્રેસ નિર્ણય લઇ શકે છે. કોડીનારમાં મોહન વાળાના નામ પર નિર્ણય લેવાઈ શકે છે. ગારિયાધારમાં મનુભાઈ ચાવડાના નામને લઇ વિચારણા જારી છે.
આ પણ જુઓ વીડિયો:-
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube