ગૌરવ પટેલ/અમદાવાદ: કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની સાથેનો વિવાદ ફરી વકર્યો છે. ભરતસિંહ સોલંકીના પત્નીએ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે હું ભરતસિંહ સોલંકીના ડરના કારણે ભારત છોડીને અમેરિકા રહેવા માટે આવી છું. અમેરિકામાં મારી પાસે રહેવા માટે ઘર પણ નથી અને નોકરી પણ નથી. મારી પાસે ગુજરાન ચલાવવા માટે પૈસા પણ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પત્નીનો રાહુલ ગાંધીને એક પત્ર અને વીડિયો સામે આવ્યો છે. અમદાવાદ ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પત્નીની વીડિયો ફરી સામે આવતા ખળભળાટ મચ્યો છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવનાર છે, ત્યારે દ્વારકામાં યોજાનાર ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવનાર છે ત્યારે રાહુલ ગાંધીને રજુઆત કરતો વીડિયો તેમજ પત્ર સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોંગ્રેસ પરિવારની વહુ દુઃખી છે, અને તેણે ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેઓ પત્રમાં જણાવી રહ્યા છે કે ભરતસિંહ ઘરમાં કોઈ છોકરીને લઈને ન આવે તેવી રજુઆત રાહુલ ગાંધીને કરવામાં આવી છે. ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે રાહુલ ગાંધી પાસે ન્યાયની માંગ કરી છે.


કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે ચીમકી ઉચ્ચારી છે. રાહુલ ગાંધીને સંબોધીને વાયરલ કરેલા વીડિયોમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, મને ન્યાય નહિ મળે તો હું કોંગ્રેસ કાર્યાલય બહાર ધારણા કરીશ. રેશ્મા પટેલે કહ્યું કે, કોંગ્રેસ મહિલા સશક્તીકરણની વાત કરે છે. કોંગ્રેસના મોટા નેતાની પત્નીને જ અન્યાય થયો છે.


રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ભરતસિંહે મારી હાલત ખરાબ કરી નાખી છે. હું અમેરિકામાં લોકોના ઘરના કામ કરીને ગુજરાન ચલાવું છું. ભરતસિંહ અમેરિકામાં 20 દિવસ રોકાયા પરંતુ મને મળ્યા નહોતા. કોંગ્રેસના મોટા નેતાની પત્ની દુઃખી છે, આપ ન્યાય આપવો. ભરતસિંહે મને પહેરેલા કપડે કાઢી મૂકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube