કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુનો મોટો આરોપ, ભાજપે ભ્રષ્ટાચાર કરવા IAS અને IPSને એજન્ટ બનાવીને કામે લગાડ્યા
ઈન્દ્રનીલે જણાવ્યું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ રાજ્યમાં ક્યાય ભ્રષ્ટાચાર ઓછો કરાવવામાં કે ડરાવવામાં વિજયભાઈ નબળા પડતા હતા એટલે પાછળી સીટમાં પાટિલને બેસાડીને ગુજરાત પર દમનનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજકોટ CP પર તોડકાંડના આરોપ બાદ રાજકારણ ગરમાયું છે. આજે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. આજે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગૂરૂએ પોલીસ અને ભાજપ નેતા પર મોટા આરોપ લગાવ્યા છે.
ઈન્દ્રનીલે જણાવ્યું હતું કે નીતિન ભારદ્વાજ અને મનોજ અગ્રવાલે લૂંટ ચલાવી છે. IAS અને IPSને એજન્ટ બનાવીને કામે લગાડ્યા છે. ભાજપ ધારાસભ્યની ફરિયાદ છતાં કાર્યવાહી કેમ નહીં? ભાજપના નેતાઓ હવે આરોપો કરે છે અત્યાર સુધી ક્યાં હતા? લોકો વચ્ચે જઈને બોલવા કરતાં રામભાઇ સસ્પેન્ડ કરાવે તો ખરા કહેવાય. ભાજપ સરકાર ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ નહીં કરે, કારણ કે ભાજપની નીતિ લોકશાહી વિરોધની છે. સરકાર જ ભ્રષ્ટાટારીઓને છાવરી રહી છે. જો હિંમત હોય તો મનોજ અગ્રવાલને સસ્પેન્ડ કરી બતાવે. ફરી ક્યારેય પાછા ન આવે તેવા પગલા લઇ બતાવે.
Gujarat Political Update: Rajkot પોલીસ કમિશનર પર ભ્રષ્ટાચારના આરોપ બાદ રાજનીતિ તેજ... જુઓ LIVE