Gujarat Congress Politics : અમદાવાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો હાલના સંગઠનથી નારાજ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસમાં આંતરિક ડખો સામે આવ્યો છે. તમામ પૂર્વ ધારાસભ્યો એકત્રિત થવાની તૈયારીમાં છે. પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી બદલાવની અપેક્ષા રાખી રહ્યા છે. કોંગ્રેસની સ્ટ્રેટેજી ટીમમાં બદલાવ લાવવા પણ ગણગણાટ શરૂ થયો છે. ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં બેઠકની તૈયારીઓનો ધમધમાટ શરૂ થાય તો નવાઈ નહિ. કોંગ્રેસને બેઠી કરવા પૂર્વ ધારાસભ્યો બેઠક કરશે. આ બેઠકમાં ભવિષ્યના આયોજનો અને નવા નેતૃત્વ અંગે પરામર્શ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લલિત વસોયા કોંગ્રેસથી નારાજ
ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી વિરોધનાં સંકેત જોવા મળી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનાં સૂર હાલ તો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસીઓ નારાજ  છે. પક્ષથી નારાજગીને લઈને આગામી સમયમાં સિનીયર કાર્યકરો બળવો પણ કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.


સૌરાષ્ટ્રામં બેઠક યોજાઈ શકે છે 
પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો એક બે દિવસમાં બેઠક પણ કરવાનાં છે. ત્યારે પક્ષમાં થતી અવગણનાને કારણે પણ નેતાઓ નારાજ છે. બેઠક કરી આગામી રણનીતિ પર વિચાર કરવામાં આવશે. તેમજ કોંગ્રેસમાં આંતરકલહ પણ સમવાનું નામ લેતો નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને  કારમી પછડાટ મળી છે. ત્યારે લલિત વસોયાના બગાવતી સૂરથી કોંગ્રેસમાં આંતર કલહ વધુ વકરે તેવી સંભાવનાઓ પણ કોંગ્રેસના સીનીયર નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે.