પીએમ મોદીના રોડ શો બાદ ગુજરાત કોંગ્રેસ સફાળી જાગી, હવે દિલ્હીના દ્વાર ખખડાવ્યા
પીએમ મોદીના ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ છે અને કોંગ્રેસનો આત્મા એકાએક જાગ્યો હોય તેવુ લાગ્યુ છે. આવામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ થાય તેવુ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ રાહુલ ગાંધીને પત્ર લખતા કંઈ મોટુ થાય તેવુ લાગી રહ્યુ છે
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં બે દિવસ પીએમ મોદીએ ઉપરાઉપરી ત્રણ રોડ શો કરી લોકોમાં આકર્ષણ જગાવ્યું. આ રોડ શોમાં ઉમટી પડેલી જનમેદનથી આખરે ગુજરાત કોંગ્રેસનો આત્મા જાગ્યો છે. ચૂંટણીના દિવસો નજીક આવી ગયા છે તે આખરે કોંગ્રસને ભાન થઈ ગયુ છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસમાં પણ નવાજૂનીના એંધાણ લાગી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 25થી વધુ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને પત્ર લખતા કંઈક નવાજૂની થશેત તેવુ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગેની વાત કરવા માટે સંયુક્ત સમય માંગ્યો છે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ છે અને કોંગ્રેસનો આત્મા એકાએક જાગ્યો હોય તેવુ લાગ્યુ છે. આવામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ થાય તેવુ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ રાહુલ ગાંધીને પત્ર લખતા કંઈ મોટુ થાય તેવુ લાગી રહ્યુ છે. 25 થી વધુ ધારાસભ્યોએ સંયુક્ત રીતે રાહુલ ગાંધીનો સમય માગ્યો છે. આ નેતાઓએ રાહુલ ગાંધી સાથે શુભેચ્છા મુલાકાત કરવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગેની વાત કરવા માટે સમય માંગ્યો છે. આ નેતાઓમાં કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદંજી ઠાકોર, રઘુ દેસાઈએ પણ સંયુક્ત પત્ર લખ્યો. ગુજરાત કોગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાઓને સાથે રાખી આ પત્ર લખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કિશોરીને હતી વાળ ખાવાની બીમારી, તબીબોએ પેટમાંથી કાઢ્યો 78 સેન્ટીમીટરનો વાળનો ગુચ્છો
પાંચ રાજ્યોનું પરિણામ કોંગ્રેસ માટે શરમજનક હતુ, તો બીજી તરફ ગુજરાતમાં બે દિવસ રોકાણ કરીને પીએમ મોદીએ ભાજપ તરફી નવી લહેર ઉભી કરી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ હજી પણ મૃતપાય અને નિષ્ક્રીય સ્થિતિમાં છે, અને આંતરિક ખટરાગ પણ હજી શમ્યો નથી. આવામાં ગુજરાતમાં વહેલી ચૂંટણીના સમીકરણો બંધાઈ રહ્યાં છે, તે જોતા નિષ્ક્રીય થયેલી કોંગ્રેસને ફરી બેઠી કરવા કેટલાક નેતાઓએ દિલ્હીના દ્વાર ખખડાવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, અમે રાહુલજીનો સમય માંગ્યો છે. ચૂંટણીની વ્યૂહરચના, ચૂંટણી કયા મુદ્દે લડવી તે અંગે માર્ગદર્શન મેળવવા અમે રાહુલ ગાઁધીનો સમય માંગ્યો છે. 2022 માં ગુજરાતમાં ચૂંટણી આવવાની છે તેમા બેરોજગારી, શિક્ષણના વ્યાપારીકરણ, ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડવી જોઈએ તે અંગે ચર્ચા કરવા અમે રાહુલ ગાંધીનો સમય માંગ્યો છે. આ મુદ્દે કોઈ આંતરિક જૂથબંધીનો મુદ્દો નથી.
આ પણ વાંચો : ધોળકામાં સામુહિક દુષ્કર્મ : મિત્ર સગીરાને બાઈક પર લઈ ગયો, અને 8 મિત્રોએ મળીને તેને પીંખી નાંખી
દિલ્હી કોંગ્રેસમાં પણ નવાજૂનીના એંધાણ
બીજી તરફ, 5 રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના G-23 નેતાઓ કે જેઓ ખુલ્લીને પરિવર્તનની માગ કરી રહ્યા છે, તેઓ ફરી સક્રિય થયાના અહેવાલો વચ્ચે ટોચના નેતૃત્વએ સ્થિતિને જોતા પાર્ટી સંસદીય ટીમના સ્ટ્રેટજી ગ્રૂપની બેઠક બોલાવી છે. અને આજે જ બપોર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કે CWCની બેઠક પણ બોલાવાઇ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી રાજીનામાની ઓફર કરી શકે છે. તેનાથી તે વર્તમાન પરાજયની નૈતિક જવાબદારી પણ સ્વીકારશે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ બચાવશે, જે પંજાબના ઘટનાક્રમને લઈને નિશાને આવી શકે છે. પંજાબના પરાજયનું મોટું કારણ કેપ્ટન અમરિન્દર સિંહની બેઆબરુ વિદાય અને સીએમ બનેલા ચરણજિતસિંહ ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્ધુ વચ્ચેની ખેંચતાણ પણ મનાય છે. જો કે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, મોટા નેતાઓના રાજીનામાની વાતો ખોટી છે.